• જલગાવ સ્ટેશને નોન ઇન્ટરલોકિંગ યાર્ડ રિમોલ્ડીંગના કારણે કેવડિયા-રીવા ટ્રેન બન્ને તરફ સ્થગિત
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે શરૂ કરાયેલી સાપ્તાહિક ટ્રેન 3 રાજ્યમાંથી પસાર થઈ1338 KM નું અંતર કાપી કેવડિયા પહોંચે છે

WatchGujarat. કોરોના કાળમાં પેસેન્જરો નહિ મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાને જોડતી ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. હજી પણ પ્રતાપનગર મેમુ સહિત કેટલીક ટ્રેનો રદ છે. જ્યારે અમદાવાદથી રોજ ઉપડતી વિસ્ટાડોમ ધરાવતી જનશતાબ્દી ટ્રેન SOU સોમવારે મેઇન્ટેનન્સ માટે બંધ રહેતું હોય સોમવારે આ ટ્રેન કાયમ માટે રદ કરી દેવાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ડ્રિમ પ્રોજેકટ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભારતીય રેલ સાથે જોડી કેવડીયા ખાતે દેશનું પહેલું ગ્રીન બિલ્ડીંગ ધરાવતું રેલવે સ્ટેશન કાર્યરત કરી દીધું હતું. રેકોર્ડ સમયમાં કાર્યરત કરાયેલા કેવડિયા રેલવે સ્ટેશન સાથે વર્ચ્યુલ લોકાર્પણ થકી PM નરેન્દ્ર મોદીએ 6 રાજ્યોમાંથી સાગમટે 8 ટ્રેનોને SOU માટે દોડાવી હતી.

શુક્રવારે મહારાષ્ટ્રના જલગાવ રેલવે સ્ટેશન ખાતે પશ્ચિમ રેલવે દ્વારા નોન ઇન્ટર લોકિંગ યાર્ડ રિમોલ્ડીંગની કામગીરી હાથ ધરનાર છે. જેના પગલે રેલવે દ્વારા કેવડિયા-રીવા વિકલી દર શુક્રવારે સાંજે 6.55 કલાકે કેવડીયાથી ઉપડતી ટ્રેન રદ કરવામાં આવી છે. જયારે 17 જુલાઈ રીવાથી કેવડિયા આવતી ટ્રેન પણ કામગીરીના પગલે રદ રહેશે.

આ ટ્રેન મધ્યપ્રદેશના રિવાથી મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં 3 રાજ્યોમાંથી પ્રવેશે છે. જે 1338 કિલોમીટરનું અંતર કાપી 17 સ્ટેશનો ઉપર બન્ને દિશામાં ઉભી રહે છે. શુક્રવારે કેવડીયાથી ઉપડતા અને શનિવારે રીવાથી આ ટ્રેન કેન્સલ કરાતા બન્ને તરફ રિઝર્વેશન કરાવનાર મુસાફરો  અટવાઈ ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud