કેવડિયા SOU વિશ્વકક્ષાનું નંબર 1 ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન - PM
ભારત માટે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્ષણ PM સહિત 6 રાજ્યોના CM એ 8 ટ્રેનોને કેવડિયા માટે આપી લીલીઝંડી.
એક ભારત શ્રેષ્ઠ ભારતની ઐતિહાસિક ક્ષણનું કેવડિયા સાક્ષી, અત્યાર સુધી 50 લાખ લોકોએ SOU ની મુલાકાત લીધી.
નાનું કેવડિયા ઇકોલોજી અને ઇકોનોમીનું શ્રેષ્ઠ ઉદાહરણ, તેજીથી વિકાસ, રેલવે સાથે જોડાતા હવે આગામી સમયમાં 1 લાખ લોકો રોજ SOUની મુલાકાત લેશે.
દેશના તમામ લોકો, મહાનુભવોને પ્રધાનમંત્રીનું આમંત્રણ "કેવડીયાની વિકાસ યાત્રા જોવો, ગર્વ થશે"
WatchGujarat કેવડિયા SOU ને રેલવેથી જોડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 6 રાજ્યોના CM એ 8 ટ્રેનોને લીલીઝંડી આપતા એક ભારત શ્રેષ્ઠ ભારતનું આજે જીવંત ઉદાહરણ જોવા મળ્યું હોવાનું PM એ જણાવ્યું હતું. કેવડિયા SOU ને રેલવે સાથે જોડવાની આ ક્ષણથી નવા અધ્યાયના આરંભ સાથે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે, તેમ કહી આજે રેલવેનું વિઝન અને સરદાર પટેલનું મિશન સાકાર થતા નરેન્દ્ર મોદીએ દેશ માટે ગર્વ સમાન ગણાવ્યું હતું.
દિલ્હીથી ઇ-શુભારંભ કાર્યક્રમને સંબોધતા PM મોદી એ કહ્યું હતું કે, એક ભારત શ્રેષ્ઠ ભારતની સુંદર તસ્વીર આજે કેવડિયા SOU રેલ શુભારંભમાં જોવા મળી રહી છે. કાર્યક્રમનો રૂપ, સ્વરૂપ ખૂબ જ વિશાળ, પોતાનામાં ઐતિહાસિક છે.
https://youtu.be/30IVvHHJmbk
કેવડીયાથી ગવર્નર આચાર્ય દેવવર્ત, CM વિજય રૂપાણી
પ્રતાપનગરથી સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ
અમદાવાદથી ડેપ્યુટી CM નીતિન પટેલ
દિલ્હીથી રેલમંત્રી પિયુષ ગોયેલ, વિદેશ મંત્રી એસ. જયશંકર, CM અરવિંદ કેજરીવાલ
મધ્યપ્રદેશ રેવાથી CM શિવરાજસિંહ ચૌહાણ
મુંબઈથી CM ઉદ્ધવ ઠાકરે
વારાણસીથી CM યોગી આદિત્યનાથ
તમિલનાડુ સહિત અન્ય રાજ્યોથી મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો
આણંદ થી સરદાર પટેલના પરિજનો લઘુભારત બની ગયેલા કેવડિયા SOU રેલવે કનેક્ટિવિટી અને 8 ટ્રેનોના સાગમટે પ્રસ્થાનની ઐતિહાસિક ઘડીમાં સામેલ થયા હોવાનું PM મોદીએ કહ્યું હતું.
કેવડિયા જગ્યા જ એવી છે, રેલવેના ઇતિહાસમાં એક સાથે અલગ અલગ ખંડમાંથી એક સ્થળે 8 ટ્રેન
વડાપ્રધાને 8 ટ્રેનોને લીલીઝંડી આપતા કહ્યું હતું કે, કેવડિયા જગ્યા જ એવી છે જ્યાં રેલવેના ઇતિહાસમાં આજે દેશના અલગ અલગ ભાગમાંથી 8 ટ્રેનો પોતાની સફર એક સાથે શરૂ કરી રહી છે. કેવડીયાની ઓળખ જ કઈ અલગ બની છે.
આજનું આયોજન ભારતને એક કરતી ભારતીય રેલવેનું વિઝન અને સરદાર પટેલનું મિશનને પરિભાષિત કરે છે. કેવડિયાને દેશના રેલવે નેટવર્ક સાથે જોડવાની આ દેશ માટે અદભુત ઘડી ગણાવી, આ ક્ષણના સાક્ષી બનવા માટે ગર્વ વ્યક્ત કર્યો હતો.