• તા. 17 અને 31 ઓગસ્ટ મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે
  • દર સોમવારે સમારકામ અને જાળવણી માટે બંધ રહે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર
Statue of Unity

WatchGujarat. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પતેતી અને જન્માષ્ટમી પર્વે સોમવારે પ્રવાસીઓની લાગણી અને માંગણી ને ધ્યાને લઇ સોમવારે SOU ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાયો છે. જેના બદલે મંગળવારે તમામ સ્થળો બંધ રહેશે. SOU સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પર્યટન સ્થળો એ 16 ઓગસ્ટ સોમવાર પતેતી પર્વે પ્રવાસીઓને પ્રવેશ અપાશે. જ્યારે 17 ઓગસ્ટ મંગળવારનાં રોજ તમામ સ્થળોએ રજા રહેશે.

એવી જ રીતે આગામી 30 ઓગસ્ટ સોમવારનાં રોજ જન્માષ્ટમી પર્વે પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને મુખ્ય વહીવટદાર કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. SOU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી.

પતેતી અને જન્માષ્ટમી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવે છે. તેનાં બદલે 17 અને 31 ઓગસ્ટ મંગળવાર નાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રવાસીય સ્થળોએ જાહેર રજા રહેશે.

આગામી તા.16 અને 30 ઓગસ્ટ સોમવારનાં રોજ સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરીને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની પૂછપરછ માટે  ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 6600 પર સવારે 8 થી સાંજનાં 6 દરમ્યાન (સોમવાર સિવાય) સંપર્ક કરી શકાશે તેમ જણાવાયું છે.

ઓનલાઇન ટિકીટ બુક કરાવવા માટે www.soutickets.in અને એન્ડ્રોઇડ એપ્લીકેશન statue of unity tickets (official)નો ઉપયોગ કરીને પણ ટિકીટ બૂક કરાવી શકાશે, તેમ અધિક કલેકટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા તરફથી જાહેરાત કરાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud