• સ્ટર્લિંગ બાયોટેક (Sterling Biotech Ltd.) લી.ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા બિઝનેસ સર્કલમાં જાણીતું નામ હતું
  • સ્ટર્લિંગ જુથનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યા બાદથી સાંડેસરા પરિવાર સરકારની પકડથી દુર છે
  • હાલ સ્ટર્લિંગ બાયોટેક સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે
  • તાજેતરમાં કંપનીની સંપત્તીની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, ઓનલાઇન હરાજી કરાશે

WatchGujarat. વડોદરામાં એક સમયે જાણીતું નામ એવા નિતીન સાંડેસરા (Nitin Sandesra) અને ચેતન સાંડેસરા (Chetan Sandesra) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક લી. (Sterling Biotech Ltd.) શરૂ કરવામાં આવી હતી. જો કે, થોડાક સમય બાદ સાંડેસરા બંધુઓનું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. અને હાલ કંપની સામે ફડચાની કાર્યવાહી એનસીએલટી (NCLT)માં ચાલી રહી છે. ત્યારે હવે ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂ. 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે આજરોજ પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.

Sterling Biotech ltd. Chetan Sandesra & Nitin Sandesra
Sterling Biotech ltd. Chetan Sandesra & Nitin Sandesra in File Photo

સ્ટર્લિંગ બાયોટેક લી.ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું વડોદરા નહિ સમગ્ર રાજ્ય અને મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. વડોદરામાં જાણીતા ગરબાનું આયોજન દર વર્ષો સાંડેસરા બંધુઓ દ્વારા કરવામાં આવતું હતું. અને બિઝનેસ વર્તુળોમાં તેમની ભારે પકડ હતી. જો કે, સાંડેસરા બંધુઓનો દબદબો અને સ્ટર્લિંગ જુથની ખ્યાતી ઝાઝો સમય લાંબી ટકી ન હતી. સ્ટર્લિંગ બાયોટેક લી.ના સંચાલકો નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જુથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ સાંડેસરા બંધુઓ સહપરિવાર દેશની બહાર છે. અને સરકારની પકડથી દુર છે.

વર્ષ 2019 માં સ્ટર્લિંગ બાયોટેક લિ. સામે ફડચા અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી હતી. હાલ ફડચા અધિકારી તરીકે એડવોકેટ મમતા બિનાની છે. કંપની સામે એનસીએલટીમાં ફડચાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજરોજ પ્રચાર માધ્યમોમાં પબ્લીક નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. નોટીસ પ્રમાણે સ્ટર્લિંગ બાયોટેક લી.ની  રૂ. 548 કરોડની સંપત્તીનું ઓનલાઇન ઓક્સન એટલેકે ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન હરાજી યોજાશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો ફડચા અધિકારીનો સંપર્ક કરી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud