Vaccineનો જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો
33,336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ અપાશે
WatchGujarat દક્ષિણ ગુજરાત માટે "CORONA Vaccine"નો 93,500 ડોઝનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી સપ્લાય થયો છે. જે સુરત આવી પહોંચ્યો છે. આ જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. સ્ટોરેજ સેન્ટર બહાર સવારથી સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે વેક્સિનને આવકારવા મંત્રી સહિતના હોસ્પિટલ સ્ટાફ અને પદાધિકારીઓ હાજર રહ્યા છે.
સુરત મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33,336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય છે. ત્યારે કોવિશિલ્ડના લગભગ 3400 નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાઈ પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતેરાખવામાં આવ્યો છે. જે સરકારની સુચના બાદ સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલવામાં આવશે. સ્ટોરેજમાં રખાયા બાદ 16મી જાન્યુઆરીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત 22 સ્થાન પર મોકલવામાં આવશે.
https://youtu.be/kbzatkm4l3c
"CORONA Vaccine"નો 93,500 રસીનો જથ્થો સુરત આવી પહોંચ્યો છે. જેને પાંચ જિલ્લા અને પાલિકા મળી દક્ષિણ ગુજરાત ઝોનનો સિવિલ ખાતેના રિજિયોનલ વેક્સિન સ્ટોર ખાતે જથ્થો મોકલાશે. એક વાયલમાં દશ ડોઝ આવશે એટલે વેક્સિન ભરેલી 9350 વાયલ(શીશી) આવી છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે પાલિકા સહિત અન્ય જિલ્લાઓમાં રસીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે.
"CORONA Vaccine"ના કયા કેટલા ડોઝ મોકલાશે
સુરત સિટીને 40,000 ડોઝ
સુરત જિલ્લાને 11,500 ડોઝ
નવસારીને 11,000 ડોઝ
વલસાડને 15,000 ડોઝ
તાપીને 7,000 ડોઝ
ડાંગને 2500 ડોઝ
"CORONA Vaccine" આપવા માટેના નિર્ધારિત 22 સ્થાનો
વરાછા-એ- સ્મીમેર હોસ્પિટલ, મગો હેલ્થ સેન્ટર, પી.પી.સવાણી હાર્ટ ઇન્સ્ટીટ્યુટ
વરાછા-બી- મોટા વરાછા હેલ્થ સેન્ટર, એસ.બી.ડાયમંડ હોસ્પિટલ
લિંબાયત ઝોન-ભાઠેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર
ઉધના ઝોન- આરોગ્યમ હોસ્પિટલ, એપ્પલ હોસ્પિટલ
રાંદેર ઝોન-યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલ, સેલ્બી હોસ્પિટલ, બીએપીએસ હોસ્પિટલ
સેન્ટ્રલ ઝોન-મહાવીર હોસ્પિટલ, નિર્મલ હોસ્પિટલ, વિનસ હોસ્પિટલ
કતારગામ ઝોન-પ્રાણનાથ હોસ્પિટલ, જીવનજ્યોત હોસ્પિટલ,કિરન હોસ્પિટલ
અઠવા ઝોન-મિશન હોસ્પિટલ, દ્વાતિ પ્રભુ જનરલ અને બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ, સનસાઇન,ટ્રાઈસ્ટાર, સિવિલ