• અગાઉ ફાયર વિભાગે સુરતમાં ૧૫૦૦ જેટલી દુકાનોને સીલ મારી દીધી હતી
 • નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતી શાળાઓને સીલ મારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરાય

#Surat - ફાયર વિભાગે નોટિસ આપ્યા છતાં કોઈ કાર્યવાહી ન થતા ૧૦ સ્કૂલો સીલ

WatchGujarat સુરતમાં 1500 થી વધુ દુકાનોને સીલ માર્યા બાદ ફાયર વિભાગે સુરતમાં અલગ અલગ જગ્યાએ આવેલી ૧૦ સ્કૂલોને સીલ મારી દીધું છે. અગાઉ ફાયર વિભાગે નોટીસ આપી હતી. તેમ છતાં સ્કૂલો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે ફાયર વિભાગે લાલ આંખ કરી ૧૦ સ્કૂલોને સીલ મારી દીધું છે.

સુરતમાં આગ જેવી દુર્ઘટનાઓને પહોંચી વળવા પાલિકા દ્વારા કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ ફાયર વિભાગે સુરતમાં ૧૫૦૦ જેટલી દુકાનોને સીલ મારી દીધી હતી. ત્યારે હવે સ્કૂલો સામે પણ ફાયર વિભાગે લાલ આંખ કરી છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી 10 જેટલી શાળાઓને સીલ મારી દેવાની કામગીરી કરવામાં આવી છે. મોડીરાતથી શરૂ થયેલી કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી.

કોરોના કાળમાં હાલ શાળાઓ બંધ છે. માત્ર વહિવટી કામગીરી ચાલી રહી છે. શાળા બંધ હોવાથી ફેરફાર અને રિનોવેશન તથા ફાયર સેફ્ટી ઉભી કરવા અંગેનો પૂરતો સમય મળ્યો હોવા છતાં બેદરકારી દાખવવામાં આવી રહ્યાનું ફાયરબ્રિગેડના ધ્યાનમાં આવ્યું છે. કોરોના વેક્સિન આવી જતા હવે શાળાઓ ખુલે તેવી શક્યતા છે. ત્યારે નોટિસ આપ્યા બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતી શાળાઓને સીલ મારવાની કામગીરી ફાયરબ્રિગેડ દ્વારા કરવામાં આવી છે.

ફાયર વિભાગ દ્વારા કઈ સ્કૂલોની સીલ કરવામાં આવી

 • સ્વામીનારાયણ પરમસુખ વિદ્યા સ્કુલ સિમાડા ગામ ,વરાછા
 • સાધના નિકેતન સ્કૂલ કારગીલચોક ,વરાછા
 • સ્કોલર ઇંગલિશ સ્કૂલ ,પાંડેસરા
 • અંકુર વિદ્યાલય કતારગામ
 • યોગી વિદ્યાલય કતારગામ
 • ગુરુકૃપા પ્લે ગ્રુપ અને નર્સરી સ્કુલ સગરામપુરા
 • પિંકલ પ્લે ગ્રુપ, સગરામપુરા
 • શ્રી ગોરધનદાસ સોનાવાલા મણિબા વિદ્યાલય ગોપીપુરા
 • શ્રી સુર ચંદ પંચનંદ ઝવેરી ગર્લ્સ હાઈસ્કૂલ ,ગોપીપુરા
 • શ્રી કેશ જોશ ડાયમંડ જયુંબલી પ્રાઇમરિ સ્કૂલ,શાહપોર
More #ફાયર #Surat #10schools #sealed #despite #notice #from #fire department #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud