રવિવાર સુધી સ્વસ્થ બાળકને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો
અન્ય 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.
WatchGujarat. સુરતમાં ૧૩ વર્ષીય બાળકનું કોરોના સંક્રમિત થયા બાદ મોત નીપજ્યું છે. શહેરમાં આ પહેલો કિસ્સો સામે આવતા તંત્ર પણ દોડતું થયું છે. ઉલ્લેખનીય છે કે, નવા સ્ટ્રેનમાં મહિલાઓ અને બાળકોસંક્ર્મણનો ભોગ બની રહ્યા છે. નવા સ્ટ્રેઈન પહેલા બાળકો વધુ સંક્રમિત થતા ન હતા. થતા પણ હતા તો તેમાં લક્ષણો દેખાતા ન હતા. પરંતુ નવા સ્ટ્રેઈનમાં બાળકો સંક્મિત થઇ રહ્યા છે. અને લક્ષણો પણ દેખાઈ રહ્યા છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ સતત કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. અને હવે આલમ એ છે કે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ખાસ કરીને સુરતમાં નવા સ્ટ્રેનનો કહેર વર્તાઈ રહ્યો છે. નવા સ્ટ્રેનમાં મહિલાઓ અને બાળકો સંક્ર્મણનો ભોગ બની રહ્યા છે. નવા સ્ટ્રેઈન પહેલા બાળકો વધુ સંક્મિત થતા ન હતા. અને થતા પણ હતા તો તેમાં લક્ષણો દેખાતા ન હતા. પરંતુ નવા સ્ટ્રેઈનમાં બાળકો સંક્મિત થઇ રહ્યા છે. લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. અને કેટલાક કિસ્સાઓમાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત પણ આવી રહી છે. ત્યારે સુરતમાં એક બાળકનું કોરોના સંક્મિત થયા બાદ મોત નીપજ્યું હોવાનો પહેલો કિસ્સો સામે આવ્યો છે.
ટુકી સારવાર બાદ મોત નીપજ્યું
મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા ભાવેશભાઈ કોરાટ એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવે છે. તેઓને સંતાનમાં 13 વર્ષનો પુત્ર ધ્રુવ હતો. 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું.
રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવાયો, જે પોઝિટિવ આવ્યો અને તબિયત વધુ બગડતાં સાચી ચાઇલ્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો, જ્યાં પાંચ કલાકની સારવાર બાદ રાત્રે 1 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અત્યારસુધીમાં કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં નોંધાયું છે. આ ઉપરાંત અન્ય 10 વર્ષનું એક બાળક પણ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યું છે.