• વિદ્યાર્થીએ આવું પગલું અચાનક કેમ ભરી લીધું તે અંગે રહસ્ય ઘેરાયું
  • વિદ્યાર્થીનીએ કોલેજ બંધ હોવાથી પાર્લેરનો વ્યવસાય શરુ કર્યો હતો

 

WatchGujarat શહેરના સચિન વિસ્તારમાં નાના ભાઈ અને બહેનને રમતા મૂકી ૧૭ વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ગુનો નોધી તપાસ શરુ કરી છે. જો કે વિદ્યાર્થીએ આવું પગલું અચાનક કેમ ભરી લીધું તે અંગે રહસ્ય ઘેરાયું છે.

સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવકને સંતાનમાં ૫ વર્ષનો પુત્ર અને ૧૭ વર્ષની પુત્રી સહીત ૪ સંતાનો છે. ગતરોજ યુવક નોકરી પર હતા અને ઘરમાં તેઓની ૧૭ વર્ષીય મોટી દીકરી ભાઈ બહેનને રમાડી રહી હતી. ત્યારે નાની બહેન અને ભાઈને રમતા મૂકી ૧૭ વર્ષીય બહેને પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. અન્ય ભાઈ બહેને આ અંગે માતાને જાણ કરતા તેઓના પગ તળેથી જમીન સરકી ગયી હતી. પિતાને પણ આ ઘટનાથી જાણ થતા ઘરે દોડી આવ્યા હતા. બીજી તરફ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને વિદ્યાર્થીનીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે વિદ્યાર્થીનીએ આવું પગલું અચાનક કેમ ભરી લીધું તે અંગે રહસ્ય ઘેરાયું છે.

મૃતક સગીરા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સગીરાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ વિદ્યાર્થીનીએ કોલેજ બંધ હોવાથી પાર્લેરનો વ્યવસાય શરુ કર્યો હતો. અને તે માટે ઘરના સભ્યોએ તેને પાર્લેરનો સમાન પણ અપાવ્યો હતો.

મૃતક વિદ્યાર્થીની ઘરની મોટી દીકરી હતી. ત્યારે જુવાન દીકરીએ આ પગલું ભરી લેતા પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. જોકે બીજી તરફ આ મામલે હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. અને પોલીસ તપાસ બાદ જ આપઘાતનું સાચું કારણ જાણી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud