• આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે
  • મનીષ સિસોદિયાના અધ્યક્ષતામાં સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેસ પહેરશે તેવી શક્યતામાં જોવાઈ રહી છે
  • મનીષ સિસોદિયા અગાઉ 24 જુનના રોજ સુરત આવી રહ્યા હતા પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો
Delhi Deputy Chief Minister Manish Sisodiya will Come to Surat, Gujarat
Delhi Deputy Chief Minister Manish Sisodiya will Come to Surat, Gujarat

WatchGujarat. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી 27 જુલાઈ એટલે કે રવિવારે સુરત (Sunday) આવી રહ્યા છે. સુરતમાં તેઓના આગમનને લઈને તડામાર તૈયારીઓ આપ પાર્ટી દ્વારા કરી દેવામાં આવી છે. સુરત આવી મનીષ સિસોદિયા ૧૨ કલાકે મહત્વ પૂર્ણ પત્રકાર પરિષદ પણ યોજવાના છે. તો બીજી તરફ તેઓના આગમનમાં સુરતના અનેક જાણીતા નામ આપ પાર્ટીમાં જોડાઈ તેવી ચર્ચાઓ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે મનીષ સિસોદિયા અગાઉ ૨૪ જુનના રોજ સુરત આવી રહ્યા હતા પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. મનીષ સિસોદીયા સુરત પ્રવાસને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. મનીષ સિસોદિયાના અધ્યક્ષતામાં સુરતના કેટલાક જાણીતા ચહેરાઓ આપનો ખેસ પહેરશે તેવી શક્યતામાં જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર સુરત શહેરના રાજકારણમાં નવાજૂનીના એંધાણની પોસ્ટ મૂકી રહ્યા છે. કોણ કોણ આપમાં જોડાશે તેને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

સુરત શહેરમાં ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો સિલસિલો છેલ્લાં ઘણા સમયથી જોવા મળી રહ્યો છે તેવા સમયે ભાજપમાંથી બીજો કોઈ રાજકીય નેતા કે પાટીદાર સમાજમાંથી કોઈ કદાવર વ્યક્તિ આપમાં જોડાયા છે કે કેમ તેના પર નજર રાખી રહ્યું છે. મનીષ સીસોદીયાની સુરત મુલાકાત પહેલા અનેક અટકળોએ જોર પકડ્યું છે. સુરત આવી મનીષ સિસોદિયા 12 કલાકે મહત્વ પૂર્ણ પત્રકાર પરિષદ પણ યોજવાના છે. મનીષ સિસોદિયા અગાઉ 24 જુનના રોજ સુરત આવી રહ્યા હતા પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો

મનીષ સિસોદિયાનો સુરત કાર્યક્રમ

સવારે 7 કલાકે સુરત એરપોર્ટ પર આગમન

7 – 30  કલાકે સર્કીટ હાઉસ ખાતે આગમન

12 કલાકે પત્રકાર પરિષદ યોજશે

સાંજે 4 થી 6 દરમ્યાન કાર્યકતાઓ સાથે મીટીંગ

સાંજે 7 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના

અગાઉ કાર્યક્રમ રદ થયો હતો

ઉલ્લેખનીય છે મનીષ સિસોદિયા અગાઉ 4 જુનના રોજ સુરત આવી રહ્યા હતા પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા તેઓનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો આ અંગે તેઓએ ગુજરાતીમાં ટ્વીટ કરીને જાણકારી આપી હતી. પરંતુ હવે આવતી કાલે મનીષ સિસોદિયા સુરત આવી રહ્યા છે ત્યારે સુરતના રાજકારણમાં અનેક ઉથલ પાથલ આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud