• આપના કાર્યકરોએ હોબાળો મચાવતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી
  • મોટા વરાછાની સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં ટેસ્ટ કર્યા વગર જ કોરોના રિપોર્ટ થયો હોવાનું મહિલાનો આક્ષેપ
  • આપ દ્વારા ધન્વંતરી રથ પર કિટનો નાશ કરવામાં આવીને લોકોને ખબર વગર રિપોર્ટ ઉભા કરવામાં આવતાં હોવાના આક્ષેપ

WatchGujarat સુરતમાં ધનવંતરી રથ દ્વારા કરવામાં આવતા રેપીડ ટેસ્ટને લઈને ફરી એક વખત સવાલો ઉભા થયા છે. શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં ધન્વંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવાનું શરૂ જ છે. મોટા પ્રમાણમાં થતાં ટેસ્ટ અંગે અગાઉ પર ધન્વંતરી રથ દ્વારા ગોબાચારી થતી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે આજે ફરીથી મોટા વરાછામાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટ કર્યા વગર જ કોરોના રિપોર્ટ મહિલાને નામે આપી દીધો હોવાના આક્ષેપ થયા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સુરતના સુદામા ચોક ખાતે તપાસ કરવામાં આવી હતી. જેમાં લોકોના રીપોર્ટ કર્યા વિના જ લોકોના નામે રીપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આમ આદમી પાર્ટીએ આ મસમોટું કોભાંડ હોવાનો આક્ષેપ કર્યો છે.

કોરોનાની સ્થિતિને લઈને સુરતમાં ધનવંતરી રથ દ્વારા લોકોના રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં રેપીડ ટેસ્ટમાં વિસંગતા આવતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ત્યારે ફરી એક વખત સુરતમાં રેપીડ ટેસ્ટને લઈને સવાલો ઉઠ્યા છે. સુદામા ચોક ખાતે આવેલી સાઈ શ્રદ્ધા રેસીડેન્સીમાં ધનવંતરી રથ દ્વારા રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા રથ પર જઈને તપાસ કરવામાં આવી હતી. લોકોના ટેસ્ટ કર્યા વિના જ તેઓના રીપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. અને ટેસ્ટ પણ નેગેટીવ બતાવવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહી ડોક્ટરની સહી પણ રીપોર્ટમાં કરી દેવામાં આવી હતી.

આ ઉપરાંત મહિલાને ફોન કરીને પૂછવામાં આવતાં મહિલાએ કહ્યું કે, મેં કોઈ ટેસ્ટ કરાવ્યો નથી અને મારો કોઈ રિપોર્ટ આવ્યો નથી. જેથી આપના કાર્યકરો દ્વારા ટેસ્ટિંગના નામે ભ્રષ્ટાચાર ચલાવાતાના આક્ષેપ કર્યા છે.માત્ર ટાર્ગેટ માટે થઈને કિટનો નાશ કરાતો હોવાના પણ આક્ષેપ થયા છે.હોબાળો થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હોય છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર તુષાર મેપાણીએ આ ઘટનાને મસમોટું કોભાંડ ગણાવ્યું હતું. અને વધુમાં જણાવ્યું હતું કે, ઓથોરાઇઝ ડોક્ટરની જગ્યાએ ખાલી સ્ટુડનન્ટને મોક્લી દેવામાં આવે છે. અને લોકોના રીપોર્ટ કર્યા વિના જ રીપોર્ટ તૈયાર કરી માત્ર ટાર્ગેટ પૂરો કરવામાં આવે છે. તેઓએ આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અને સુરતના આરોગ્ય કમિશ્નર આશિષ નાયકને રજૂઆત કરી છે.

આ મામલે તપાસ કરાશે.

આ ઘટના અંગે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય કમિશ્નર આશિષ નાયકે જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ મળી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ આ ઘટનામાં કાર્યવાહી કરાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud