• ઘોડદોડ રોડ પર આવેલા રામચોક ખાતે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
  • આપના કાઉન્સિલરો પણ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.

WatchGujarat રાત્રી કફર્યુના વિરોધમાં સુરતના ઘોડદોડ રોડ પર આવેલા રામ ચોક પાસે લોકો દ્વારા ભીખ માંગી અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રાત્રીના કફર્યુ અને વસુલાતા દંડના વિરોધમાં લોકોએ આ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો પણ જોડાયા હતા.

કોરોનાનું સંક્મ્રણ વધતા સુરતમાં રાતે 9 થી સવારના 6 વાગ્યા સુધી કફર્યુ અમલમાં મુકાયું છે. જેને લઈને ધંધા રોજગાર પર અસર જોવા મળી રહી છે. ત્યારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત આવેલા રામ ચોક પાસે લોકોએ રાત્રી કફર્યુ અને અલગ અલગ રીતે ઉઘરાવતા દંડનો વિરોધ કર્યો હતો. લોકોંએ ફૂટપાથ પર બેસી ભીખ માંગી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી. તેમજ રાત્રી કફર્યુના કારણે મારો બીઝનેસ બરબાદ થઇ ગયો છે. મને ભીખ આપો અને રાત્રી કફર્યુ ખોટો છે ભાઈ ખોટો છે. જેવા સુત્રોચાર સાથે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. વેપારીઓ અને આમ આદમી પાર્ટીના આ વિરોધ પ્રદર્શનમાં લોકો પાસે ભીખ માંગી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આપના કોર્પોરેટરો અને કાર્યકરો જોડાયા

ઘોડદોડ રોડ પર આ અનોખા વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થઇ હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો જોડાયા હતા. જો કે અહી કોરોનાની ગાઈડ લાઈનનો ભંગ થતો પણ જોવા મળ્યો હતો. અહી કાર્યકરોએ શોશ્યલ ડીસટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

અમારા મોતનું કારણ તમે નહી બનો

વિરોધ કરી રહેલા અશોકભાઈએ જણાવ્યું હતું કે અમે અમારા રોજગાર માટે અમારો હક માંગીએ છીએ, આ સરકારે રાત્રી કફર્યુનો કડક કાયદો નાખીને અમારા જેવા નાના અને ગરીબોના રોજગાર છીનવાનો પ્રયત્ન કર્યો છે. અમેં રોડ પર ગાડી મુકીને જઈએ તો અમારી ગાડી જપ્ત કરવામાં આવે છે. ક્યારેક ભૂલથી નાક નીચે માસ્ક રહી જાય તો ૧ હજાર રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. જેથી અમે સરકારને વિનંતી કરીએ છે કે અમારા મોતના જવાબદાર તમે નહિ બનો, અમને કઈક કમાવવા દો, અમે માસ્ક, બાઈક ટોઈંગ અને બેંકના હપ્તા પણ નથી ભરી શકતા, અમેં વિનંતી કરીએ છીએ કે અમને રોજગાર માટે ખુલ્લો સમય આપવામાં આવે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud