• સુરતમાં ચોમાસા દરમ્યાન પુણા, લીબાયત, પર્વતગામ સહિતના વિસ્તારોમાં ખાડી પુરની સમસ્યા સામે આવે છે
  • લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવી – પાયલ પટેલ, કોર્પોરેટર
  • આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી

Watchgujarat. સુરતના પુણા વિસ્તારમાં પ્રિ મોન્સુન અંતર્ગત ખાડીની સાફ સફાઈ કરવામાં આવી નથી. અનેક રજુઆતો કરવા છતાં પણ કોઈ નિવેડો નહી આવતા આમ આદમી પાર્ટીના નગર સેવકો અને કાર્યકર્તાઓએ ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન શરુ કર્યું હતું

ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન શરુ કરાયું

સુરતમાં ચોમાસા દરમ્યાન પુણા, લીબાયત, પર્વતગામ સહિતના વિસ્તારોમાં ખાડી પુરની સમસ્યા સામે આવે છે.  ખાડી પૂરના કારણે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં પણ સામે આવ્યા છે. ગત વર્ષે પણ સ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. દરમ્યાન વોર્ડ નબર ૧૬ પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઈ ગઈ છે. ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે જેને લઈને રહીશોએ અનેક રજુઆતો કરી હતી તેમ છતાં કોઈ નિવેડો આવ્યો નથી.

આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલે પણ સંકલન મિટિંગમાં કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી છતાં ખાડીની સાફ સફાઈ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવી હતી. જેને લઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરો પુણા વિસ્તારની ખાડી પર પહોચ્યા હતા અને ખાડીમાં નાવડી ઉતારી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

અનેક રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરી નહી : આપ કોર્પોરેટર

વોર્ડ નબર ૧૬ના આપના નગરસેવક પાયલ પટેલ જણાવ્યુ કે, મારા વિસ્તાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઈ ગઈ છે. અગાઉ અમે સંકલન મિટિંગમાં કમિશ્નર ,મેયર ,ડે.મેયર તેમજ ઝોન ઓફીસમાં લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ આજદિન સુધી કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. આ ખાડી કિનારે આવેલી સોસાયટીના તમામ રહીશો દ્વારા લેખિતમાં ફરિયાદ પણ કરી હતી. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

અગાઉ અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ આપી હતી. તેમ છતાં અધિકારીઓ દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હતા. જેથી આજે અમે  આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત આપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ સવારથી જ ખાડી સાફ કરવાની શરૂઆત કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud