• સુરતમાં આમ આદમી પાર્ટીની સુરતમાં ભવ્ય એન્ટ્રી બાદ અનેક નામી ચહેરાઓ પાર્ટી જોઇન કરી
  • આપના નેતા ગોપાલ ઇટાલીયાએ ભુતકાળમાં બ્રાહ્મણો પર કરેલી ટીપ્પણીઓને કારણે તાજેતરમાં વિવાદ થયો હતો
  • વિવાદ વકરતા ગોપાલ ઇટાલીયાએ માફી માંગી હતી, છતાં વિવાદ ચાલુ રહ્યો હતો
  • ગોપાલ ઇટાલીયાના જન્મદિવસે પાર્ટી દ્વારા ડેમેડ કંટ્રોલના ભાગરૂપે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું

 

WatchGujarat. આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાનો ભૂતકાળમાં બ્રાહ્ણમને લઈને કરેલી ટીપ્પણીને લઈને વિરોધ થયો હતો. જો કે વિરોધ વધતા તેઓએ માંફી પણ માંગી લીધી હતી. તેમ છતાં તેઓનો વિરોધ થતો હતો. ત્યારે સુરતમાં ગોપાલ ઈટાલીયા જન્મદિવસ નિમિતે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયા રૂબરૂ નહી પણ ઓનલાઈન હાજરી આપી હતી.

ગુજરાતમાં ત્રીજી પાર્ટી આપ પાર્ટીનું આગમન થઇ ચુક્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટી વીપક્ષ બનવવામાં સફળ રહી છે. તો બીજી તરફ હવે ગુજરાતમાં પણ આપ પાર્ટી પોતાનો પગ પેંસારો કરવાની તૈયારીમાં છે. બીજી તરફ ગુજરાતના નામી ચેહરાઓ આપ પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે. ત્યારે રાજકારણ પણ જોર શોરમાં ચાલી રહ્યું છે. આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાનો ભૂતકાળમાં બ્રાહ્મણને લઈને કરેલી ટીપ્પણીનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઈને વિરોધ પણ ઉભો થયો હતો. જો કે વિરોધ ઉગ્ર થતા ગોપાલ ઈટાલીયાએ માફી પણ માંગી લીધી હતી. પરંતુ તેમ છતાં રાજકારણ થઇ રહ્યું હતું. ત્યારે હવે સુરતમાં ગોપાલ ઈટાલીયા જન્મદિવસ નિમિતે બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયા રૂબરૂ નહી પણ ઓનલાઈન હાજરી આપી હતી.

ઓનલાઈન હાજરી આપી

મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ સુરતના અલથાણ વિસ્તારમાં આયોજન કરાયો હતો. જેમાં બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું હતું અને 11 બ્રહ્મનોના હસ્તે કેક પણ કાપવામાં આવી હતી અને બાદમાં દક્ષિણા પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ શોશ્યલ મીડિયામાં લાઈવ પણ કરવામાં આવ્યો હતો. અને આ વિડીયો હવે વાયરલ પણ થઇ રહ્યો છે. આ કાર્યક્રમમાં ગોપાલ ઈટાલીયા રૂબરૂ નહી પણ ઓનલાઈન હાજરી આપી હતી અને કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું હતું.

બ્રહ્મા સમાજ માં ગોપાલ ઇટાલીયા ની છબી સુધારવાનો પ્રયાસ

ઉલ્લેખનીય છે કે ગોપાલ ઈટાલીયાનો ભૂતકાળમાં બ્રાહ્ણમને લઈને કરેલી ટીપ્પણીને લઈને વિરોધ થઇ રહ્યો છે ત્યારે આ પ્રકારે હવે ગોપાલ ઈટાલીયાની છબી સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે. તો બીજી તરફ આગામી સમયમાં આ મામલે પણ રાજકારણ ગરમાઈ તેવી શક્યતા રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud