• સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા માહિતી આપતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો
  • મામલે પોલીસે કાર્યવાહી કરતા ભરત પટેલ ની ધરપકડ કરવામાં આવી
  • આપના નેતાએ વિરોધ કરતા પોલીસ સ્ટેશન પહોંચ્યા

WatchGujarat. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો. જેને એડિટ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ સોશિયલ મીડિયા મારફતે વાયરલ કર્યો હતો. જે આધારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને તેની ધરપકડ કરવામાં આવતા આપ પાર્ટી દ્વારા વરાછા પોલીસ મથકે વિરોધ નોંધાવ્યો હતો.

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા માહિતી આપતો વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવ્યો હતો. જે વિડીયો આમ આદમી ના વોર્ડ નમ્બર 24 ના કાર્યકર્તા ભરતભાઈ પટેલે વિડીયો એડિટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં જે માહિતી હતી તેને એડિટ કરી હતી. જેને લઇને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરતા ભરત પટેલ ની ધરપકડ કરવામાં આવી હતી જોકે ધરપકડ થતા મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી સહિતના આગેવાનો વરાછા પોલીસ મથક પોહચ્યા હતા. જ્યાં વિરોધ નોંધાવ્યો હતો અને નારેબાજી કરી હતી.

આપના કાર્યકરોને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે : વિપક્ષ નેતા

પાલિકાના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આક્ષેપો કર્યા હતા કે, સરકારના ઈશારે પોલીસે ગુનો નોંધી આમ આદમી પાર્ટીના કાર્યકરની ધરપકડ કરી છે. અને ઉપરથી પોલીસ પર દબાણ લાવીને આપના કાર્યકરોને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં જો ખોટી રીતે આપ ના કાર્યકરો ને હેરાન કરવામાં આવશે તો ઉગ્ર માં ઉગ્ર વિરોધ કરવામાં આવશે.

સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો

આપ પાર્ટીના કાર્યકરની ધરપકડ થતા આપ પાર્ટીના વિપક્ષ નેતા સહીત મોટી સંખ્યામાં આપ કાર્યકરો વરાછા પોલીસ મથક બહાર પહોચી ગયા હતા. અને ઉગ્ર સુત્રોચા અને રામધુન કરી વિરીધ નોંધાવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને ભરત પટેલ અને છોડી મૂકવા માટે માંગ કરવામાં આવી હતી. પોલીસે કુમાર કાનાણીના ઈશારે ધરપકડ કરી હોય તે પ્રકારની દલિલો કરી હતી. પોલીસ સ્ટેશનના ગેટ પાસે બેસીને રામધૂન કરી ને આમ આદમી પાર્ટીના નેતાઓએ વિરોધ દાખવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud