સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો
આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતતા કેળવી હતી.
બાદમાં પ્રેમ જાળમાં ફસાવી તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું.
WatchGujarat સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીએ સોશિયલ મીડિયા થકી કિશોરી સાથે મિત્રતતા કેળવી હતી. અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવી તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ સારી રીતે થવાની જગ્યાએ તેનો દૂર ઉપયોગ વધુ પડતો થઇ રહ્યો છે. બીજી તરફ કોરોના મહામારીના કારણે ઓનલાઇન એજ્યુકેશન તરફ પણ મોટા ભાગની યંગ જનરેશન સોશિયલ મીડિયાના ઉપયોગ તરફ વળી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરી સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. વાત કાંઇક એમ છે કે 15 વર્ષીય કિશોરી સાથે સોશિયલ મીડિયાના માધ્યમ થકી યશ વિજયભાઈ કડિયા નામના ઇસમેં મિત્રતા કેળવી હતી. મિત્રતા કેળવ્યા બાદ યશ સગીરા સાથે અવાર નવાર વાતચીત કરતો હતો. વાતચિત્તમાં સગીરાનો વિશ્વાસ કેળવ્યા બાદ કિશોરીને વિશ્વાસમાં લઈને પ્રેમભરી વાતો કરી તેને તેના મિત્રના ઘરે લઇ ગયો હતો. જ્યાં તેણે કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.
સમગ્ર મામલે દુષ્કર્મ નો ભોગ બનેલી ગભરાય ગયેલી સગીરાએ બનાવ અંગે કોઈ ને પણ જાણ ન કરી હતી. પરંતુ ભાંડો ત્યારે ફૂટ્યો જયારે કિશોરી ગર્ભવતી થઇ હતી. કિશોરીને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પરિવારજનોએ સમગ્ર હક્કિત પૂછતા કિશોરીએ સમગ્ર હક્કિત જણાવી હતી. જેથી પરિવારે સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે કતારગામ પોલીસે તપાસ શરુ કરી હતી. અને આરોપી યશ વિરૂદ્ધ પોસ્કો, દુષ્કર્મ, અને અપહરણની કલમ હેઠળ ગુંનો નોંધી તેની પર કાયદેસર ની કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ દરમિયાન યશની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.