• સુરતમાં રોજ આશરે પંદર હજારથી પણ વધુ લોકો મહારાષ્ટ્રથી આવે છે
  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના કેસો વધતા સુરત તંત્ર હરકતમાં આવ્યું
  • જરૂર પડે તો નજીકના રાજ્યોમાંથી સુરતમાં આવતાં લોકો પર પ્રતિબંધ લગાવી શકે છે સુરત તંત્ર

WatchGujarat. મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરત શહેર અને તંત્રની ચિંતા વધી છે. જોકે સુરતમાં હાલ કોરોનાના કેસો સિંગલ ડિજીટમાં આવી રહ્યાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસ સુરત તંત્ર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જેનું કારણ છે મહારાષ્ટ્રથી સુરતમાં રોજ આવતાં હજારો લોકો.

ઉલ્લેખનીય છે કે સુરતમાં રોજ આશરે પંદર હજારથી પણ વધુ લોકો મહારાષ્ટ્રથી આવતાં હોય છે. જેના કારણે સુરત તંત્રમાં ચિંતા વધી છે. આ ચિંતાનું બિજુ કારણ એ પણ છે કે કોરોનાની પહેલી લહેર દરમિયાન સુરતની હોસ્પિટલોમાં મહારાષ્ટ્રના 40 ટકા અને બીજી લહેર દરમિયાન 60 ટકા દર્દીઓ દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાં મોટા ભાગે નંદુરબાર, ધુલીયા અને ચંદ્રપુરના દર્દીઓ સુરતમાં સારવાર માટે આવતા હતા. જેની સૌથી વધુ અસર સારવારની સુવિધાઓ પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ દાખલ થવાના કારણે સુરતમાં સારવારની સુવિધાઓ ખૂટી પડી હતી.

મળતી માહિતી મુજબ સુરતમાં ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાંથી એકવીસ હજાર મુસાફરો આવતાં હોય છે. જેમાંથી 9 હજાર જેટલા મુસાફરો મહારાષ્ટ્રના હોય છે. આ સિવાય મુંબઈ મહારાષ્ટ્રના અન્ય શહેરોમાંથી આવતી 70 જેટલી ટ્રેન સુરત સ્ટેશન પર રોકાય છે. ઉપરાંત બસો દ્વારા મહારાષ્ટ્રથી 500થી પણ વધુ લોકો આવતાં હોય છે. આ પ્રમાણે આશરે 80બસોમાં 3 હજાર કરતાં વધુ મુસાફરો સુરતમાં આવતાં હોય છે. એવામાં મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના કેસો સુરત માટે ચિંતાનો વિષય છે.

મહારાષ્ટ્રમાં ફરી કોરોના કેસો વધતા સુરત તંત્ર હરકતમાં આવ્યું છે. જો જરૂર પડશે તો નજીકના રાજ્યોમાંથી સુરતમાં આવતાં લોકો પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. કોરોનાથી બચવા અગાઉથી સતર્કતાના ભાગ રૂપે શહેરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ તૈયારીઓ ભાગ રૂપે સુરતમાં નિચે મુજબના કામો હાથ ધરવામાં આવશેઃ

  • સિવિલ હોસ્પિટલમાં એક હજાર બેડની કોરોના હોસ્પિટલમાં એક ડિલિવરી રૂમ, બે ઓપરેશન થિયેટર બનશે
  • એક એખ વોર્ડ પીઆઈસીયુ અને એનઆઈસીયુના બનશે, શહેરમાં 7થી 8 હજાર બેડ તૈયાર
  • બાળકો માટે 2 હજાર સામાન્ય બેડ, દોઢસો પીઆઈસીયુ બેડ, 200 બેડ કરતા વધુ એનઆઈસીયુ ની વ્યવસ્થા કરાશે
  • 350 પીડિયાટ્રિક ડોક્ટરોની ટિમ, 3 હજાર નર્સીંગ સ્ટાફ
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud