• મૃતક સિદ્ધાર્થનો કારને લઈને હત્યારા નિકુંજ સાથે ઝગડો થયો હતો
  • નિકુંજે મૃતક સિધ્ધાર્થની કાર વાપરવા માટે લઈ 50 હજારની રોકડ લઈ કાર ગીરવે મુકી દીધી હતી
  • મૃતક સિદ્ધાર્થ ફોન પર નિકુંજ સાથે ઝગડો કરી પત્ની અને પુત્રીને અશબ્દો બોલ્યા હતા

WatchGujarat આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણા વિસ્તારમાં કારની અંદર જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસે ધમધમાટ શરુ કર્યો હતો. જેમાં સિદ્ધાર્થની હત્યા કારને લઈને થઇ હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

મૃતક સિધ્ધાર્થ રાવ

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષિલા આર્કેડ પાસે આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. એસઓજી-ડીસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હત્યામાં સંડોવાયેલા સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસેથી નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખ સાંગાણી(રહે,સુખ-અમૃત સોસા,ઉમરાગામ,ઓલપાડ) અને પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળા (રહે,સાંકેત રો હાઉસ,મોટાવરાછા)ને પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે બંને પાસેથી બે મોબાઇલ અને બાઇક પણ કબ્જે લીધી છે. જયારે હજુ પણ આરોપીઓ પાસેથી મોપેડ કબ્જે કરવાનું બાકી છે.

પોલીસે કુખ્યાત સિધ્ધાર્થ રાવની હત્યાના બંને આરોપીઓની પુછપરછ કરતા હત્યા પાછળનું કારણ હત્યારા નિકુંજે મૃતક સિધ્ધાર્થની કાર વાપરવા માટે લઈ 50 હજારની રોકડ લઈ કાર ગીરવે મુકી દીધી હતી. આ વાતની ખબર પડતા સિધ્ધાર્થ રાવે નિકુંજ સાથે ફોન પર માથાકૂટ કરી તેની પત્ની અને પુત્રીને અશબ્દો બોલ્યા હતા. દરમિયાન નિકુંજના મિત્ર પ્રકાશ ગઢવીને પણ સિદ્ધાર્થ રાવે અશબ્દો બોલ્યો હતો. આથી બન્ને જણાએ સિદ્ધાર્થ રાવની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. દરમિયાન 24મી તારીખે સિધ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈ સરથાણા જકાતનાકા ડ્રીમલેન્ડ બિલ્ડિંગ પાસે આવી પહોંચ્યો હતો અને બંને હત્યારાઓને બોલાવ્યા હતા. જ્યાં સિધ્ધાર્થ રાવે બંનેે આરોપીઓ સાથે ગાળાગાળી કરી હતી.

દરમિયાન નિકુંજ અને પ્રકાશે સિધ્ધાર્થ રાવને જાંઘના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોચાડી ત્યાંથી મોપેડ પર ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સિધ્ધાર્થ રાવને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બંને હત્યારા મોપેડ રસ્તામાં મુકી પ્રકાશ ગઢવીની બાઇક પર ભાગી ગયા હતા. બીજી તરફ હત્યાની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ મેળ‌વી તપાસ શરૂ કરી હતી. જેમાં નિકુંજની ઓળખ થઈ હતી.

નિકુંજ સિદ્ધાર્થ રાવની કાર ગીરવે મૂકી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાનું બહાર આવ્યું

સિધ્ધાર્થ રાવની એક મિત્ર મારફતે નિકુંજ સાથે દોસ્તી થઈ હતી. 8 દિવસ પહેલા નિકુંજ ઉર્ફે કાનોને સિધ્ધાર્થ રાવએ વોક્સ વેગન કાર વાપરવા માટે આપી હતી. નિકુંજને નશીલા પર્દાથોની લત હતી. જેના માટે પૈસાની જરૂર હતી. જેથી તેણે કાર ગીરવે મુકી 50 હજારની રકમ લઈ આવ્યો હતો.આ રકમમાંથી એમડી ડ્રગ્સ લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. કોની પાસેથી લઈ આવ્યો તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud