• પાર્કિગમાં કાર પાર્ક કરતા જ અજાણ્યા ઈસમો તૂટી પડ્યા
  • જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી
  • બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
(આણંદના કુખ્યાત સિદ્ધાર્થ રાવની ફાઇલ તસ્વીર)

WatchGujarat સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે કારમાં આણંદના ૩૨ વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.

 

સુરતમાં ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે આણંદનો કુખ્યાત ૩૨ વર્ષીય સિદ્ધાર્થ રાવ કાર લઈને આવ્યો હતો. જેને કારમાં જ અજાણ્યા ઈસમો ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

(આ ઇનોવા કારમાં થઇ સિદ્ધાર્થની હત્યા)

જાહેરમાં બનેલી હત્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતા એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા આ મામલે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા હતા. અને આરોપીઓ કોણ હતા અને યુવકની હત્યા શા માટે કરવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

બે દિવસ હત્યાનો બીજો બનાવ

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતમાં હત્યાના બે બનાવો સામે આવ્યા હતા. જેમાં કતારગામમાં લોજિંગ ચલાવતી આધેડ મહિલાની ૩૦૦ રૂપિયાની લેતીદેતીમાં સાથે જ રહેતા યુવકે હત્યા કરી હતી. જયારે લાલગેટ વિસ્તારમાં વધારે વ્યાજ માંગતા વ્યાજખોરની હત્યા કરવામાં આવી હતી. જો કે આ બને ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પરંતુ દિવસે ને દિવસે વધતા જતા હત્યાના બનાવોને લઈને સુરત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud