• શહેર અને જીલ્લમાં કોરોનાનું સંક્મ્રણ વધી રહ્યું છે અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા
  • માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ

WatchGujarat. શિસ્ત પ્રિય ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ – કાર્યકર્તાઓ સત્તાના કેફમાં કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં અશિસ્ત દાખવતાં હોય છે એવાં અનેક દાખલાઓ સામે આવ્યાં છે. કોવિડ ગાઈડલાઈનના ઉલ્લંઘન બદ્દલ સત્તાધારી ભાજપાના અગ્રણી – કાર્યકર્તા સામે પગલાં ભરવામાં પોલીસ તંત્ર પણ હાથ હેઠાં મૂકી દેતું હોય છે. આ સંજોગોમાં સુરત ખાતે ભાજપાના વધુ એક કાર્યકર્તા દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગમાં કોવિડ ગાઈડલાઈનને કોરાણે મૂકી દેવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલી ડી.જે. પાર્ટીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્કની દરકાર રાખ્યા વગર હજારો લોકોનું ટોળું નાચ્યું – ઝુમ્યું હતું.

સુરત શહેર અને જીલ્લમાં કોરોનાનું સંક્મ્રણ વધી રહ્યું છે અને રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકોની બેદરકારી પણ સામે આવી રહી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકૂઈ ગામે આવેલા હોળી ફળિયામાં પણ લગ્ન પ્રસંગે લોકોના ટોળા એકઠા થયા હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપના કાર્યકર્તા ઇદ્રિશભાઇ મલેકની દીકરીનો લગ્ન પ્રસંગમાં ડી.જે. પાર્ટી અને ગરબા કરતા લોકો જોવા મળ્યા હતા. આ વિડીયોમાં હજારોની સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. અને માસ્ક વગર પણ લોકો ફરી રહ્યા છે.

વેરાકુઈ ગામે લગ્ન પ્રસંગમાં ભીડ ભેગી કરવાના મામલે માંગરોળ પોલીસે ઈંદ્રિશ મલેક સહિત અન્ય 3 લોકોની અટકાયત કરી છે. માંગરોળ પોલીસે 4 ઈસમો સહિત આયોજક દીકરીના પિતા ઇન્દ્રેશ મલિક તેમજ, દીકરીના કાકા મકસુદ મલેક, ગિરીશ વસાવા, હરેશ ભાઈ સહિત 100 લોકોના ટોળા સામે નોંધાયો ગુનો દાખલ કરીને મહામારી અધિનિયમ કલમ તથા ગુજરાત એપેકેમિક ડીસીજ કોવિડ-19 કલમ તથા ડિઝાસ્ટર કલમ બી જી.પી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. આ મામલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ માંગરોળ પોલીસ મથકના બે પોલીસ કોન્સ્ટેબલોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સી.આર. પાટીલ દ્વારા પણ કાર્યક્રમો ન યોજવા અપીલ કરાઈ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ અગાઉ જાહેર કાર્યક્રમો ન યોજવા કાર્યકરો અને નેતાઓને અપીલ કરી હતી. પરંતુ અહી તેઓની જ પાર્ટીના કાર્યકર નિયમ ઘોળીને પી ગયા હતા. અને હજારો લોકો ભેગા કરી લગ્ન પ્રસંગ ઉજવ્યો હતો.

તાપી જિલ્લાનો પણ વીડિયો વાયરલ થયો હતો

નિઝર તાલુકાના વેલદા ગામે રહેતા જોગાભાઇ ભીખાભાઇ પાડવીને ત્યાં મંગળવારે રાત્રિના સમયે યોજાયેલા લગ્નપ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી અને આ મેળાવડામાં ભેગા થયેલ લોકોએ કોઈ પણ જાતના ડિસ્ટન્સની પરવા કર્યા વિના ડી.જે ના તાલે ગરબા રમ્યા હતા. તેમજ ડાન્સ કર્યો હતો. આ અંગે નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આયોજકો સામે જાહેરનામાંના ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ સ્થાનિક PSI અને જમાદારને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud