• સુરત ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમને બાતમી મળતા દરોડો પાડવામાં આવ્યો
  • ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં સ્પાના નામે ચાવી રહ્યો હતો દેહવ્યાપારનો ગોરખધંધો
  • થાઇલેન્ડથી યુવતિઓને ગોરખધંધા માટે સુરત મોકલવામાં આવી હતી.
  • એક વિદેશ મહિલા અને આર વન મસાજ એન્ડ સ્પાના માલિક દિપકકુમારને વોન્ટેડ જાહેર કરાયા

WatchGujarat. સુરતમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધા કોઈ નવી વાત નથી. સુરત પોલીસના નાક નીચે આવા અસંખ્ય સ્પા શહેરના પોશ વિસ્તારમાં ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ દ્વારા આવા જ એક સ્પા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુટણખાનું ચાલતું હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરત ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ ટીમને બાતમી મળતી હતી કે, ઉમેરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વેસુ વિસ્તારમાં સોમેશ્વરા એસર્કલ પાસેના કોમ્પ્લેક્ષમાં આર વન સ્પા મસાજ એન્ડ પાર્લરમાં ગોરખધંધો ચાલી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા આર-વન સ્પામાં રેડ પાડવામાં આવી હતી. જેમાં દરોડા દરમ્યાન થાઈલેન્ડની 6 યુવતીઓ અને ત્રણ ગ્રાહકો, જેમાં સ્પાના મેનેજર પ્રવિણ મછાર, ગ્રાહક સુરેશ ભાલિયા, જોજો અને સોભીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ પુછપરછમાં જાણવા મળ્યું કે, થાઇલેન્ડથી યુવતિઓને સુરત મોકલવામાં આવતી હતી. જેમાં થાઇલેન્ડથી યુવતિઓને સુરત મોકલનાર નમાઇ નામની વિદેશ મહિલાની સંડોવણી બહાર આવતી હતી. જેથી પોલીસે આ વિદેશી મહિલા અને સ્પાના માલિક દિપકકુમારને વોન્ટેડ જાહેર કર્યાં છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે થાઈલેન્ડની આ તમામ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર સુરત આવી હતી. અને ત્યારબાદ તેઓ સ્પામાં કામ કરી હતી. પોલીસે તેમની અટકાયત કરીને તેઓને તેમના દેશ પરત મોકલવાની કાર્યવાહી પણ કરી છે. પોલીસે આર.વન. સ્પા માં રેડ પાડીને દેહવેપારના ધંધામાં રોકમ અને મોબાઇલ ફોન મળી કુલ 1.04 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

નોંધનીય છે કે ઉમરા પોલીસની હદમાં આવા અનેક સ્પા ધમધમે છે. જો પોલીસ ઈચ્છે તો તે તમામની સામે તપાસ કરીને કાર્યવાહી કરી શકે છે. પણ આ પ્રકારની કાર્યવાહી પણ ફક્ત દેખાડા ખાતર કરવામાં આવી રહી છે તેવી પણ ચર્ચા છે.

Facebook Comments Box

Videos

Our Partners