• કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહિ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું
  • શહેરમાં જાણે પોલીસનો કોઇ ડર રહ્યો નથી તેમ લોકો બર્થડેની અવાર નવાર ઉજવણી કરી કાયદો તોડતા હોય છે
  • અગાઉ બર્થડેની ઉજવણી ટાણે પોલીસ દ્વારા કરવામાં આવેલી નિરસ કામગીરીને પગલે લોકોના મનસુબા બુલંદ થયા છે

Watchgujarat. જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહિ કરવા અંગે સુરત પોલીસ કમિશ્નરનું જાહેરનામું છે. તેમ છતાં સુરતમાં અવાર નવાર જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરતા હોવાના વિડીયો વાયરલ થયા છે. ત્યારે વધુ એક વખત આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ઉધના બ્રીજ નીચે જાહેરમાં યુવકોએ જન્મદિવસની ઉજવણી કરી હતી

કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહિ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પરંતુ સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં જ્ન્મદિવસની ઉજવણી થઇ રહી છે. ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થઇ ચુક્યા છે. એટલું જ નહી કાયદાનો ભંગ કરતા પોલીસકર્મીઓના વિડીયો પણ સામે આવી ચુક્યા છે ત્યારે આવો જ એક વધુ વિડીયો સુરતના શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના ઉધના બ્રીજની નીચેનો આ વિડીયો હોવાની ચર્ચાઓ છે. વિડીયોમાં 5 થી 6 ઈસમો જાહેરમાં કલીમ નામના યુવકનો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. મોપેડ પર કેક મુકીને કેક કાપવામાં આવે છે. અને ત્યારબાદ મિત્રો એકબીજાને જાહેરમાં કેક ખવડાવી ઉજવણી કરી રહ્યા છે. એટલું જ નહી ત્યાં હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હતું. આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે

ઉધના બ્રીજ નીચે સતત પોલીસનું પેટ્રોલિંગ રહે છે

ઉલ્લેખનીય છે કે આ વિડીયો ઉધના બ્રીજની નીચેનો હોવાનું  ચર્ચાઈ રહ્યું છે. અને ઉધના ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં લોકોની અવર જવર રહે છે. આ ઉપરાંત અહી પોલીસનું પણ સતત પેટ્રોલિંગ રહે છે. તેમ છતાં અહી જાહેરમાં યુવકોએ જન્મદિવસની ઉજવણી કરી હતી. જેની ભનક તક પોલીસને પડી ન હતી. પરંતુ હવે આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

ભૂતકાળમાં અનેક વિડીઓ વાયરલ થયા છે

ઉલ્લેખનીય છે કે સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી જાહેરનામાંનો ભંગ કરતા ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થયા છે. અને વિડીયો વાયરલ થતા પોલીસે કડક કાર્યવાહી પણ કરી હતી. પરંતુ ધરપકડ બાદ આસાનીથી છૂટી જતા આવા લોકોની હિમ્મત વધી છે. ત્યારે પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તે પણ ખુબ જ જરૂરી બન્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud