• સુરત મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી
  • સભ્યપદ માટે ફોર્મ ભરનાર રાકેશ ભીકડીયાનો દારૂની મોજ માણતો વિડીયો વાયરલ
  • ભાજપે ખેલ કરવા માટે 11માં ઉમેદવાર તરીકે રાકેશ ભીકડીયાને ઉમેદવાર બનાવી ફોર્મ ભર્યું

Watchgujarat. સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદ માટે ફોર્મ ભરનાર ભાજપના રાકેશ ભીકડીયાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તે દારુ પાર્ટીના બેઠા દેખાઈ રહ્યા છે. આ વિડીયો વાયરલ થતા ફરી એક વખત ભાજપ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. અને બીજી તરફ વિડીયો વાયરલ થતા વિપક્ષ પણ ભાજપ પર નિશાન સાધ્યું છે.

બાળકોના જીવનમાં શિક્ષણનું ખુબ જ મહત્વ છે. સુરતમાં નગર શિક્ષણ સમિતિએ ખૂબ જ મહત્વની સમિતિઓ પૈકીની એક છે. બાળકોના શૈક્ષણિક વિકાસ માટે આ સમિતિ મહત્વનું યોગદાન આપે છે. સ્વાભાવિક છે કે, આવી સમિતિમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને સ્થાન આપવું જોઈએ. મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ભીકડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.ભાજપના 10 અને આમ આદમી પાર્ટીના બે સભ્યોને નવી નગર શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તો ચૂંટણી યોજવાની જરૂરીયાત રહેતી નથી. પરંતુ ભાજપે ખેલ કરવા માટે 11માં ઉમેદવાર તરીકે રાકેશ ભીકડીયાને ઉમેદવાર બનાવી ફોર્મ ભર્યું છે. રાકેશ ભીકડીયા વોર્ડ નંબર 2 વરાછાના ભાજપના કાર્યકર્તા છે.

ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે તેઓ મજબૂત દાવેદાર હતાં. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી.તેવા સંજોગોમાં ભાજપના મોવડી મંડળ તરફથી તેમને નગર શિક્ષણ સમિતિમાં અન્ય કોઈ સમિતિમાં સ્થાન આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. જો કે હવે સુરતના શોશ્યલ મીડિયામાં તેઓનો દારૂની મહેફિલમાં બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે.

દારુ પાર્ટીમાં બેઠા હોય તેવો વિડીયો વાયરલ

હજુ તો ગતરોજ જ નગર પ્રાથમિક શીક્ષણ સમિતિના સભ્ય માટે ફોર્મ ભરાયા છે. ત્યારે ફોર્મ ભરનાર રાકેશ ભીકડીયાનો એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં રાકેશભાઈ દારૂપાર્ટીમાં બેઠા હોવાનું દેખાઈ રહ્યું છે. તેઓ જે પાર્ટીમાં બેઠા હતા ત્યાં દારૂની બોટલો, દારૂથી ભરેલા ગ્લાસ અને સિગારેટના કસ લાગી રહ્યા હતા. તેઓનો આ વિડીયો વાયરલ થતા હવે સુરતમાં રાજકરણ ફરી એક વખત ગરમાયું છે. અને વિપક્ષ હવે ભાજપ પર આક્રરા પ્રહારો કરી રહી છે

શિક્ષણ સમિતિમાં વ્યસનીને સભ્ય માટે ફોર્મ ભરાવતા ચર્ચાઓ ઉઠી

નગર પ્રાથમિક શીક્ષણ સમિતિના સભ્ય માટે ફોર્મ ભરનાર રાકેશ ભીકડીયાનો દારુ પાર્ટીમાં બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે. અને આ વિડીયો વાયરલ થતા અનેક ચર્ચાઓ ઉઠી છે. વિપક્ષ પણ આ મામલે ભાજપ પર આક્રારા પ્રહારો કરી રહ્યું છે. ત્યારે વ્યસનીઓ શું બાળકોનો ઉદ્ધાર કરશે તેવી ચર્ચાઓ પણ થઇ રહી છે. અને આગામી દિવસોમાં આ મામલે રાજકારણ ગરમાઈ તેવી શક્યતા રહેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud