સોસાયટીમાં ન થયેલા કામોના લીધે પડતી હાલાકીને લઈને મહિલાઓએ રોષ ઠાલવ્યો
ચૂંટણી જીત્યા બાદ ક્યારેય ન દેખાતા ઉમેદવારો ફરી એક વાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને પ્રચારમાં જોડાયા
WatchGujarat ચૂંટણી જીત્યા બાદ ક્યારેય ન દેખાતા ઉમેદવારો ફરી એક વાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને પ્રચારમાં જોડાઈ ચુક્યા છે. ત્યારે પ્રચાર દરમ્યાન વિરોધનો દોર પણ શરુ થયો છે. સુરતમાં ભાજપના વોર્ડ નંબર 25ના ઉમેદવારોનો મહિલાઓએ ઉધડો લીધો હતો. તેઓની સોસાયટીમાં ન થયેલા કામો અને પડતી હાલાકીને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી. ઉમેદવારો પાસે સમસ્યાઓ દુર કરવા અને કામો કરવા માટે લેખિતમાં લખાણ કરાવ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં જોડાઈ ગયા છે. પરંતુ હવે જનતા પણ જાગૃત થઇ છે. પોતાના વિસ્તારમાં ન થયેલા કામોને લઈને સવાલો ઉઠાવી રહી છે. આવી જ એક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં વોર્ડ નબર 25માં ભાજપના ઉમેદવારો ઉધના વિસ્તારમાં પ્રચાર અર્થે ગયા હતા. ત્યારે સ્થાનિકો અને મહિલાઓએ જાહેરમાં તેઓનો ઉધડો લીધો હતો. પ્રચાર સભામાં મહિલાઓએ ભાજપના નેતાઓ અને ઉમેદવારોને કહ્યું કે, બ્લોક, ડ્રેનેજ અને રસ્તાઓના કામ હજી થયા નથી. પ્રચારમાં મહિલાઓની ફરિયાદને નેતાઓએ તાત્કાલિક કાગળ પર લખી માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરતા હોવાનું પણ આ વીડિયોમાં નજરે આવી રહ્યું છે.
https://twitter.com/WatchGujarat/status/1359775380119326727?s=20
ડ્રેનેજ, રોડ રસ્તાની સમસ્યાને લઈને લેખિતમાં લખાણ લીધું
વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે. મહિલાઓ રોષે ભરાઈ છે. અને ઉમેદવારોને પોતાની સોસાયટીમાં ન થયેલા કામો અંગે રોષ વ્યક્ત કરે છે. એટલું જ નહી ભાજપના ઉમેદવાર પાસે સમસ્યાઓનો નિવેડો લાવવા માટે લેખિતમાં લખાણ લે છે.
વોર્ડ નં : 25 ભાજપે કોને ટીકીટ આપી છે ?
કવિતાબેન વીરસ્વામી એનગંદુલા
ખુશ્બુ ભુષણ પાટીલ
પ્રકાશભાઈ ગજાનન વાકોડીકર
વિક્રમ પોપટ પાટીલ