• સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકારણ શરૂઆતથી જ ગરમાયેલું રહે છે
  • ભાજપાના રાજકીય કાર્યકરે સોશિયલ મીડિયા પર આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડવા માટે એક ફોટો શેર કર્યો અને આક્ષેપો મુક્યા
  • ખરેખર ફોટામાં દેખાતો વ્યક્તિ ભાજપાનો કાર્યકર નિકળતા સમગ્ર ઘટનામાં રોચક વળાંક આવ્યો

Watchgujarat. સુરતના શોશ્યલ મીડિયામાં એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક ઇસમ ગોપીપુરા સ્થિત આવેલા આપ પાર્ટીના કાર્યાલયમાં પીધેલી હાલતમાં સૂતેલો જોવા મળ્યો હતો. આ ફોટાને ભાજપના કાર્યકરો અને કોર્પોરેટરોએ ખુબ શેર કર્યો હતો. પરંતુ પીધેલી હાલતમાં સૂતેલો વ્યક્તિ અન્ય કોઈ નહિ પણ ભાજપનો જ કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું અને આખરે તેણે આપ પાર્ટીની લેખિતમાં માફી પણ માંગી હતી.

સુરતમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં છે. અને દરરોજ કોઈને કોઈ વાતને લઈને આપ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાઈ રહ્યું છે. પરંતુ આ વખતે સુરતમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભાજપ ફરી એક વખત શરમજનક સ્થિતિમાં મુકાયું છે. ઘટના કંઇક એમ છે કે, ગોપીપુરા પાસે આમ આદમી પાર્ટીનું કાર્યલય આવેલું છે. તેમાં એક એક વ્યક્તિ સોફા પર પગ લાંબા કરીને નશાની હાલતમાં હોય તેમ સૂતો હતો. નશામાં સુતો હોય તેવું બતાવીને લખવામાં આવ્યું હતું કે, આપ કાર્યાલય પર 6.45 પછીના દ્રશ્યો. આ પોસ્ટ ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકરે પણ શેર કરી હતી.

જો કે તેઓની આ પોસ્ટ પર લોકોએ તેઓનો ઉધડો પણ લઇ લીધો હતો. લોકોએ કહ્યું કે તમારી આટલી જબરદસ્ત સરકાર છે તો દારૂ આવ્યો ક્યાંથી ? જેમાં યુઝર્સે લખ્યું હતું કે ગુજરાતમાં તો દારૂબંધી છે તો પછી આ ભાજપના રાજમાં કેવી રીતે આ શક્ય બને ? ઘણાએ આપના કાર્યકરો પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

અન્ય કોઈ નહી ભાજપનો કાર્યકર નીકળ્યો 

આ મામલે તપાસ કરવામાં આવતા દારૂ પીધેલી હાલતમાં જોવા મળતો ઇસમ અન્ય કોઈ નહિ પણ ભાજપનો જ કાર્યકર હોવાનું બહાર આવ્યું હતું. ળતી માહિતી પ્રમાણે ભાજપના જ કોર્પોરેટરના કહેવા પર તેણે આ ફોટો પડાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જો કે ભીંસ વધતા આ કાર્યકરે પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી લીધી હતી.

આ કાર્યકરનું નામ હિમાંશુ મહેતા છે. જેણે સેન્ટ્રલ ઝોનના ગોપીપુરા ખાતે આવેલા આપના કાર્યાલય પર આવો ફોટો પડાવ્યો હતો. અને ભાજપના જ અન્ય સક્રિય કાર્યકરોએ આ ફોટો પાડીને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.આમ, હવે આ ફોટા પર દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. ભાજપનો દાવ ભાજપને જ ભારે પડ્યો છે. અને હવે માફી માંગવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud