• 30 વોર્ડની 120 બેઠકો પર મતદાન શરૂ, અત્યાર સુધીમાં સરેરાશ 6 ટકા મતદાન
  • સુરતમાં ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમીના 114 ઉમેદવારો વચ્ચે સીધો જંગ

WatchGujarat ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ આજે તેમના પરિવાર સાથે સુરત ખાતે વોર્ડ નંબર 20 ના બુથ નંબર 94 પર મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપને ફરીથી જંગી બહુમતી સાથે જીત અપાવશે. તેમજ લોકોને અપીલ પણ કરી હતી કે, વધુમાં વધુ મતદાન કરો પોતાના મતાધિકારનો ઉપયોગ કરો. બીજી તરફ રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના વોર્ડમાં વોટિંગ કર્યું હતું. સુરત ના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી એ પણ વોર્ડ નંબર 21 માં બુથ નંબર 95 પર વોટિંગ કર્યું હતું. શહેરની જનતાને મોટા પ્રમાણમાં વોટ કરવા માટે અપીલ કરી હતી.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગયી છે. મતદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો પર 484 ઉમેદવારોના ભાવી આજે સુરતની જનતા નક્કી કરશે. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો માટે 484 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગયી છે. તમામ બુથ પર હેન્ડ ગલવસ, સેનેટઈઝર અને થર્મલ ગનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો મતદાન કરી રહ્યા છે.

નેતાઓએ કર્યું મતદાન

સુરતમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગયી છે. સવારથી જ લોકો મતદાન કરવા બુથ પર પહોંચી રહ્યા છે. નેતાઓ અને ઉમેદવારો પણ બુથ પર પહોંચી મતદાન કર્યું છે. અને મતદાન કરી તેની સેલ્ફી પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે.

સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મતદાન પ્રક્રિયા શાંતિ પૂર્ણ થાય તે માટે સુરત પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એસીપી, ડીસીપી અને સુરતના તમામ પીઆઈ સહિત સુરતમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. અને શાંતિપૂર્ણ માહોલમાં સુરતમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud