• પુણા વિસ્તારમાં બે બસ વચ્ચે ટક્કર તથા કાચને નુકશાન પહોંચ્યું
  • ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હોવાનું પ્રત્યદર્શીએ જણાવ્યું
  • અકસ્માતની ઘટનાને લઈને મુસાફરોમાં ભય છવાયો

WatchGujarat. સુરતના પુણા વિસ્તારમાં આવેલા મહારાણા ચોક પાસે બે સીટી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક બસ બીજી બસને ઓવર ટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ બસના કાચ તૂટી ગયા હતા.

સુરતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સુરત શહેરમાં સવારના સમયે  વધુ એક અકસ્માતની ઘટના બની છે. સુરતના પુણા વિસ્તારમાં આવેલા મહારાણા ચોક પાસે બે સીટી બસ પસાર થઇરહી હતી દરમ્યાન એક બસે ઓવરટેક કરવાની કોશિશ કરી હતી જેથી બંને બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે બસના કાચ તૂટી ગયા હતા જયારે બીજી બસના આગળના ભાગે ભારે નુકશાન થયું હતું. જાણે કોઈ બસ પર પત્થરમારો થયો હોયતે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને મુસાફરોમાં ભય છવાયો હતો

કોઈ જાનહાની નહિ 

મુસાફર વિવેકભાઈએ જણાવ્યું હતું કે બસ મહારાણા ચોક પાસેથી પસાર થઇ રહી હતી તે વેળાએ બીજી બસે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ ડ્રાઈવરે બસ સાઈડ પર ઉભી રાખી દીધી હતી. અકસ્માતમાં બસના કાચ તૂટી ગયા છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ એક તબક્કે તમામ મુસાફરોના જીવ અદ્ધર થઇ ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud