• સુરતમાં વધુ એક વખત અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો
  • સિમેન્ટના ગોડાઉનમાં મૃતદેહ મળ્યાની જાણ થતા જ રેલવે પોલીસના કાફલો સ્થળ પર પહોંચ્યો
  • યુવકની હત્યા કરી લાશને સગેવગે કરવા સિમેન્ટની ગોદમમાં મૂકી દીધી હોવાનું પણ જાણવા મળ્યું
Gujarat, Surat Railway Station cement Godown
Gujarat, Surat Railway Station cement Godown

WatchGujarat. સુરતના રેલ્વે સ્ટેશન નજીક આવેલા સિમેન્ટના ગોદામમાંથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતક યુવાન કોણ છે અને તેની હત્યા શા માટે કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

સુરતમાં લાશ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. સુરતના રેલવે સ્ટેશન નજીક સિમેન્ટનું ગોદામ આવેલું છે. અહીથી એક યુવકની સવારના સમયે લાશ મળી આવી હતી. યુવકની લાશ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ પોલીસને થતા રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી. બીજી તરફ યુવકને ગળે ટુપો આપી હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ છે. પોલીસે એફએસએલ અને ડોગ સ્કવોર્ડની મદદ પણ લીધી હતી. તેમજ મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

મૃતક મજુર હોવાની શક્યતા

પોલીસે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં તપાસ શરુ કરી છે. મરનાર મજૂર હોવાની શક્યતા દેખાય રહી છે.  બીજી તરફ આ ઘટનામાં પોલીસને કેટલીક કડીઓ પણ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગણતરીના કલાકોમાં પોલીસ ગુનાનો ભેદ ઉકેલી કાઢે તેવી ચર્ચાઓ છે. પરંતુ આ મામલે પોલીસે હજુ સુધી સતાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. વધુમાં યુવકની હત્યા કરી લાશને સગેવગે કરવા સિમેન્ટની ગોદમમાં મૂકી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud