પોલિસનો કોઈ જ ખોફ ન હોય તેમ જાહેરમાં બુટલેગર જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજીયા ઉડાવી રહ્યા છે
બુટલેગર સઇદ ચીકનાએ રાત્રે 2 વાગ્યે રોડ પર કેક કાપી
ઉજવણીમાં પોલીસ કર્મી પણ હાજર હોવાની ચર્ચા
Watchgujarat. સુરતમાં જાણે બુટલેગરોને છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક સુરતમાં બુટલેગરો જાહેરનામાનો ભંગ કરી ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક બુટલેગરે રાત્રી કફર્યુમાં જન્મદિવસની ઉજવણી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ ઉજવણીમાં પોલીસકર્મી અને રીક્ષાવાળા પણ સામેલ હોવાની વાત છે.
https://youtu.be/WdD-zIPiz2Y
બુટલેગરની જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ
સુરતમાં પોલીસની નાક નીચે હવે બુટલેગરો બેફામ બન્યા છે. પોલિસનો કોઈ જ ખોફ ન હોય તેમ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કાયદાની ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે. રાંદેર વિસ્તારમાં બુટલેગર સઈદ ચીકનાએ રાત્રી કર્ફ્યૂ હોવા છતાં મિત્રો સાથે મધરાત્રે 2 વાગ્યે ગોરાટ રોડ પર પાર્ટી પ્લોટની બાજુમાં જન્મ દિવનસી ઉજવણી કરી કેક કાપી હતી. આ ઉજવણીમાં પોલીસકર્મીના રીક્ષાવાળા પણ સામેલ હોવાની વાત છે. અને આ સમગ્ર ઘટનાનો વિડીયો હવે વાયરલ થયો છે.
સુરતના રાંદેરમાં બુટલેગર ચીકનાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ રાંદેર પોલીસે જાતે ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે.રાત્રિના કર્ફ્યૂ દરમિયાન સામાન્ય લોકોને પકડી પોલીસ 1000 સુધીનો દંડ ઉઘરાવી રહી છે, ત્યાં લિસ્ટેડ બુટલેગરોની જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઈરલ થંતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉજવણીમાં પોલીસના રીક્ષા ડ્રાઈવરોને બચાવી લીધાની બૂમો પણ ઊઠી છે.
વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ
રાત્રિના કર્ફ્યૂ દરમિયાન સામાન્ય લોકોને પકડી પોલીસ 1000 સુધીનો દંડ ઉઘરાવી રહી છે, ત્યાં લિસ્ટેડ બુટલેગરોની જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઈરલ થંતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લિસ્ટેડ બુટલેગર સઈદ ઉર્ફે ચીકના અબ્દુલ રઝાક શેખ, સફી, ઈરફાન અને અન્ય અજાણ્ય શખ્સો સામે ગુનો રાંદેર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.