સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર બુટલેગરે બર્થડે ઉજવ્યાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા
બુટલેગર વલીઉલ્લાએ સ્ટેશન વિસ્તારમાં આવેલી પાર્સલ ઓફીસ નજીક જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી
પોલીસને આ વાતની ભનક કેમ ન લાગી તે એક મોટો સવાલ અહી ઉપસ્થિત થયો
[caption id="attachment_1275256" align="aligncenter" width="1280"] Gujarat, Surat bootlegar celebrating birthday in night curfew[/caption]
Watchgujarat. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણીના અનેક વિડીયો સામે આવી ચુક્યા છે. ત્યારે સુરતમાં વધુ એક બુટલેગર વલીઉલ્લાએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી એટલું જ નહી જાહેરમાં ફટકડા પણ ફોડવામાં આવ્યા હતા. આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબધ છે તેમ છતાં લોકો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા વિડીયો સામે આવ્યા હતા એટલું જ નહી બુટલેગરોએ પણ બેફામ બની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને તેના વિડીયો પણ ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે વધુ એક વખત બુટલેગરનો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો છે.
સુરતમાં બુટલેગર વલીઉલ્લાએ સ્ટેશન વિસ્તારમાં આવેલી પાર્સલ ઓફીસ નજીક જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી એટલું જ નહી ત્યાં જાહેરમાં ફટકડા અને આતિશબાજી પણ કરવામાં આવી હતી. આટલી મોટી જાહેરમાં જન્મદિવસની ઉજવણી થઇ હોવા છતાં પોલીસને આ વાતની ભનક તક ન લાગી તે એક મોટો સવાલ છે. એટલું જ નહી બુટલેગરના જન્મદિવસની ઉજવણી લાલગેટ વિસ્તારમાં આવેલા તેના ઘર નજીક પણ કરાઈ હોવાની પણ ચર્ચા છે.
જન્મદિવસની ઉજવણીમાં નિયમની ધજીયા ઉડી
બુટલેગરની જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યમાં લોકો હાજર રહ્યા હતા અને તેઓએ માસ્ક કે સોશ્યલ ડીસટન્સ જાળવ્યું ન હતું. અને જાહેરમાં ફટકડા ફોડી આતિશ બાજી કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્ટેશન વિસ્તાર નજીક આવેલી પાર્સલ ઓફીસ પાસે આ જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. તેમ છતાં પોલીસને આ વાતની ભનક કેમ ન લાગી તે એક મોટો સવાલ અહી ઉપસ્થિત થયો છે.
પોલીસની કામગીરી સામે સવાલ
ઉલ્લેખનીય છે કે લોકો દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વિડીયો વાયરલ થયા છે. અને આવા લોકો સામે પોલીસે કાર્યવાહી પણ કરી છે. પરંતુ આની સાથે બુટલેગરો પણ બેફામ બન્યા છે. બુટલેગરોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોય તેવા વિડીઓ પણ સામે આવી ચુક્યા છે. પરંતુ પોલીસે આવા બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ ઘટનામાં પણ પોલીસને જાણે આ વાતની ખબર જ ન હોય તેમ ધુતરાષ્ટ્રની ભૂમિકામાં નજર પડી રહી છે. ત્યારે પોલીસ આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. અને આવી બેદરકારીના કારણે સુરતમાં કોરોનાની ત્રીજી લહેર પણ ખુબ જ ઘાતક નીવડે તેવી પણ શક્યતા રહેલી છે.