• સુરતમાં અજબ – ગજબ ચોરીનો કિસ્સો સામે આવ્યો
  • કાર મેળાની પાછળ બાઇક પર આવીને યુવકે ડોલની ચોરી કરી
  • સમગ્ર ઘટનાના સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે

WatchGujarat. સુરતમાં કારમાં આવી લાખોની ચોરી કરતી ઘટના સામે આવી ચુકી છે. પરંતુ હવે વરાછામાં અજીબો ગરીબ ચોરીની ઘટના સામે આવી છે. વરાછામાં એક બાઈક પર આવેલો ઇસમ કારમેળામાં લાગેલી એક ડોલની ચોરી કરી ફરાર થઇ જાય છે. અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.

સુરતમાં દિવસે ને દિવસે તસ્કરોનો આતંક સામે આવી રહ્યો છે. ઘર, ઓફીસમાં તસ્કરો રાત્રી કફર્યુના સમયમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપી જાય છે. આ ઉપરાંત સુરતમાં ભૂતકાળમાં કારમાં આવીને તસ્કરો લાખોની મ્ત્ત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી ચુકી છે. પરંતુ હવે સુરતમાં એક અજીબો ગરીબ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછામાં આવેલા ક્રિષ્ના કાર મેળામાં કચરાની ડોલ ચોરી કરી એક બાઈક ઇસમ ફરાર થઇ ગયો  હતો. અને આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ સીસીટીવી ફૂટેજ હવે શોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને અવનવી કોમેન્ટ કરી રહ્યા છે

35 સેકન્ડમાં કરી ચોરી

બાઈક સવાર ઇસમેં કારમેળામાંથી કરેલી કચરાની ડોલની ચોરી ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. માત્ર 35 સેકન્ડમાં જ બાઈક સવાર ઇસમ ચોરીની ઘટનાને અંજામ આપે છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક મોઢે માસ્ક પહેરેલો બાઈક સવાર ઇસમ કાર મેળાની બહાર પોતાની બાઈક રોકે છે. આજુબાજુ તપાસ કરે છે અને બાદમાં કારમેળાની જાળી પાસે રહેલી કચરાની ડોલ ઉઠાવે છે અને બાદમાં બાઈક પર લટકાવી ફરાર થઇ જાય છે.

શોશ્યલ મીડીયામાં અવનવી કોમેન્ટ થઇ રહી છે

કચરાના ડોલની ચોરીની આ ઘટનાના ફૂટેજ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. ત્યારે માત્ર કચરાની ડોલની ચોરી કરતા સીસીટીવી ફૂટેજના કારણે લોકો પણ અસમજસમાં મુકાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud