• સુરતમાં સાચા અર્થમાં રક્ષાબંધનના તહેવારને સાર્થક કરતું જીવંત ઉદાહરણ
  • 42 વર્ષીય લતાબેન 4 વર્ષથી ફેઈલ થતા છેલ્લા દોઢ વર્ષથી ડાયાલીસીસ કરાવતા હતા
  • ડોક્ટરે લતાબેનના કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી
  • તેમના નાના ભાઈની કિડની લતાબેન સાથે મેચ થઈ ગઈ, અને તેઓ કિડની ડોનેટ કરવા તૈયાર થઈ ગયા

WatchGujarat. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. જેમાં બેહન ભાઈના હાથ પર રાકડી બાંધે છે અને ભાઈ તેની રક્ષા કરવાનું વચન આપે છે. ભાઈ માત્ર વચન નથી આપતો પરંતુ તેના પર ખરા ઉતરવાનો વિશ્વાસ પણ બહેનને આપે છે. ઘણા ઓછા લોકો આ સાચા અર્થમાં આ તહેવારનો અર્થ સાર્થક કરતાં હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જ્યાં એક ભાઈએ બહેનનું જીવન બચાવવા માટે બલિદાન આપ્યું છે.

સુરતમાં એક ભાઈએ બહેનને બચાવવા માટે પોતાની કિડની ડોનેટ કરી દીધી છે. આ અંગે માહિતી મુજબ સુરતના વ્યારામાં રહેતા 42 વર્ષીય લતાબેનની કિડની 4 વર્ષથી ફેઈલ થઈ ગઈ હતી. જેથી તેઓ છેલ્લા દોઢ વર્ષથી અઠવાડિયામાં 3 વાર ડાયાલીસીસ કરાવતા હતા. તેમના ડોક્ટરે જ્યારે લતાબેનના કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરી તો તેમને કિડની આપવા પરિવારના દરેક સભ્ય તૈયાર થઈ ગયા. જોકે બહેન માટે આખરે ભાઈ જ કામ આવ્યો અને તેમના નાના ભાઈ 37 વર્ષીય હિતેશની કિડની લતાબેન સાથે મેચ થઈ ગઈ. તેઓ પોતાની બહેન માટે કિડની ડોનેટ કરવા તૈયાર થઈ ગયા. સુરતની ખાનગી હોસ્પિટલમાં આ કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે કરવામાં આવ્યું.

આ અંગે વાત કરતાં બહેનને કિડનીની ભેટ આપનાર હિતેશભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે મે આ નિર્ણય લીધો ત્યારે મારી બહેને ચિંતા વ્યક્ત કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ પહેલાં તબીબે પણ મને પુછ્યું હતું. ત્યારે પણ મે જવાબ આપ્યો હતો કે રક્ષાબંધન આવે છે અને મારી બહેન માટે આનાથી વિશેષ રક્ષાબંધનની કઈ ભેંટ હોય શકે. મારી કિડની મારી બહેનને નવું જીવન આપવા માટે ઉપયોગી થઈ તે માટે હું પોતાને નસીબદાર માનું છું. આ સાચા અર્થમાં રક્ષાબંધનના તહેવારને સાર્થક કરતું જીવંત ઉદાહરણ છે. જેમાં એક ભાઈએ પોતાની બહેનને કિડની ડોનેટ કરી જીવનની રક્ષાની અમૂલ્ય ભેટ આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud