• એક 7 વર્ષીય તનય ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ ધરાવે છે
  • ટાબરીયાને ક્રિકેટ રમતા જોઇને ભલભલા સ્તબ્ધ થઇ જાય છે
  • વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાને કારણે ક્રિકેટ કોમેન્ટેટર આકાશ ચોપડાએ પણ તેના પર કોમેન્ટ્રી કરી
  • અને મોટો થઈને તેને ભારતીય ટીમમાં રમવાનું અને ભારત માટે વર્લ્ડ કપ લાવવાનું સપનું છે – તનય જૈન
  • દેશના પ્રખ્યાત કોમેન્ટર તેના વખાણ કરે છે ત્યારે ખૂબ ખુશી થાય છે – જૈનિશ જૈન

Watchgujarat. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના હેલિકોપ્ટર શોર્ટની પુરી દુનિયા દીવાની છે. ધોનીના કરોડો ચાહકો દેશમાં છે. દરેક ક્રિકેટર ધોનીનો હેલિકોપ્ટર શોર્ટ મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ સુરતમાં માત્ર 7 વર્ષના ક્રિકેટ રમતો  તનય હુબે હું ધોની જેવા ક્રિકેટ શોર્ટ રમી રહ્યો છે. અને તેનાં આ શોર્ટ પર પ્રખ્યાત કૉમેન્ટેટર આકાશ ચોપડાએ કોમેન્ટ્રી પણ કરી છે

યુવાનોમાં ખાસ કરીને ક્રિકેટ પ્રત્યે વધુ રુચિ જોવા મળે છે. અને આવો જ એક 7 વર્ષીય તનય ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ ધરાવે છે. સુરતમાં રહેતો 7 વર્ષીય તનય ક્રિકેટ રમતા જોય ભલભલાની આંખો પહોળી થઇ જાય છે. તનય ધોનીની જેમ જ હેલિકોપ્ટર શોર્ટ રમે છે. અને તેનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એટલી હદે વાયરલ થયો કે પ્રખ્યાત કૉમેન્ટર આકાશ ચોપડાએ આ વીડિયો પર લાઈવ ક્રિકેટની જેમ કોમેન્ટ્રી કરી અને તેના શોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

ભારત માટે વર્લ્ડ કપ લાવવાનું સપનું છે

તનયએ જણાવ્યું હતું કે તેને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ છે. હાલમાં તે 5 કલાક ક્રિકેટ રમે છે અને 2 કલાક અભ્યાસ કરે છે. તેને ક્રિકેટરમાં વિરાટ કોહલી ખૂબ જ પસંદ છે. અને મોટો થઈને તેને ભારતીય ટીમમાં રમવાનું અને ભારત માટે વર્લ્ડ કપ લાવવાનું સપનું છે.

અમને ખૂબ ખુશી છે

તનયના પિતા જૈનિશ જૈને જણાવ્યું હતું કે તનય નાનો હતો ત્યારથી જ ક્રિકેટ રમતો હતો. હવે મોટો થતા તેને એકેડમીમાં મુક્યો છે.  અને હાલમાં જ્યારે શાળાઓ બંધ છે જેથી તેને ક્રિકેટ એકેડમીમાં મુક્યો છે. અને આજે જ્યારે દેશના પ્રખ્યાત કોમેન્ટર તેના વખાણ કરે છે ત્યારે ખૂબ ખુશી થાય છે. અમારું પણ સપનું છે કે તે ભારત દેશ માટે રમે અને દેશ માટે વર્લ્ડ કપ જીતીને લાવે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud