ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં કો-મોર્બિડ (અન્ય રોગ ધરવાતા લોકો) અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સીન આપવામાં આવશે
સાંસદ દર્શના જરદોશે આજરોજ વેક્સીન લઇ લોકોને પણ વેક્સીન લેવા અપીલ કરી છે.
WatchGujarat રાજ્યમાં આજથી ત્રીજા તબક્કાનું વેક્સિનેશન શરૂ થઇ ગયું છે. ત્રીજા તબક્કાના વેક્સિનેશનમાં કો-મોર્બિડ (અન્ય રોગ ધરવાતા લોકો) અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સીન આપવામાં આવશે. સુરત શહેરમાં પાલિકા દ્વારા કરવામાં આવેલ રજિસ્ટ્રેશનમાં કુલ 4.67 લાખ લોકો નોંધાયા છે. જે પૈકી 50થી 60 વર્ષના કોર્મોબિડ 2.50 લાખ લોકો છે. તેમજ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા 2.17 લાખ લોકોનો સમાવેશ થાય છે. શહેરના સાંસદ દર્શના જરદોશે આજરોજ વેક્સીન લઇ લોકોને પણ વેક્સીન લેવા અપીલ કરી છે.
કેન્દ્ર સરકારની સૂચના મુજબ હવે કોમોર્બિડ અને 60 વર્ષથી વધુની વયના લોકોનું વેક્સિનેશનની 1લી માર્ચથી શરૂઆત થઇ ગયી છે. આ ઉપરાંત જે લોકો પ્રથમ ડોઝ લેવાનું ચૂકી ગયાં છે તેવા હેલ્થ કેર વર્કરોને પણ રસીકરણનો લાભ આપવાની જાહેરાત પાલિકા કમિશ્નર દ્વારા કરવામાં આવી છે. 1 લી માર્ચથી કોમોર્બિડ અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. અગાઉ પાલિકા દ્વારા કરવામાં આવેલ રજિસ્ટ્રેશનમાં કુલ 4,67,972 લોકો નોંધાયા છે.
ગત 16 જાન્યુઆરી 2021થી હેલ્થ કેર વર્કર અને 31મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઈન વોરિયર્સને રસીકરણ આપવામાં આવી હતી. હાલ હેલ્થ કેર વર્કરને બીજો રાઉન્ડ સાથે ફ્રન્ટ લાઈન વર્કરનો પ્રથમ રાઉન્ડ જારી છે. પાલિકાના રજિસ્ટ્રેશનમાં કુલ 4,67,972 નોંધાયા છે. તેમાં 50થી 60 વર્ષના કોર્મોબિડ 2,50,177 તથા 60 વર્ષથી વધુ 2,17,795 છે. તમામ ઝોનમાં સૌથી વધુ કતારગામ ઝોનમાં 77,409 બાદ રાંદેર ઝોનમાં 64,828ના રજિસ્ટ્રેશન થયાં છે, સેન્ટ્રલ ઝોનમાં 61,680, અઠવા ઝોનમાં 59,972, લિંબાયતમાં 57,750, ઉધના ઝોનમાં 53,265, વરાછા-એમાં 48,585 તથા વરાછા-બીમાં 44,483 નોંધાયા છે.
ખાનગી હોસ્પિટલમાં 250, હેલ્થ સેન્ટરોમાં ફ્રીમાં રસી
કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આજથી શહેરમાં 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી વધુના કોમોર્બીડ લોકોનું રસીકરણ શરૂ થયુ છે. જેના માટે ગવર્મેન્ટ હોસ્પિટલો અને પાલિકાના તમામ હેલ્થ સેન્ટરો તથા 24 જેટલી ખાનગી હોસ્પિટલો મંજૂર કરાયા છે. આ તમામ વેક્સિનેશન સેન્ટર તરીકે કાર્યરત થશે તેમાં ખાનગી હોસ્પિટલ-સેન્ટરોમાં 250 ચાર્જ લેવાશે. તેમાં 100 રૂપિયા એડમિનિસ્ટ્રેટિવ ફી અને 150 રૂપિયા વેક્સિન ચાર્જનો સમાવેશ થયો છે. તેમજ ગવર્મેન્ટ અને પાલિકાના હેલ્થ સેન્ટરોમાં ફ્રીમાં રસી આપવામાં આવશે.