• હાલમાં પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણગેસના ભાવમાં પણ વધારો થયો છે.
  • મતદારોને રિઝવવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા

WatchGujarat સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ધમધમાટ શરુ થઇ ગયો છે. તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ચુંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે. ત્યારે આ વખતે સુરતમાં ચુંટણી પ્રચારનો અલગ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. સુરતના વોર્ડ નબર ૭માં કોંગ્રેસના ઉમેદવારોએ રાંધણ ગેસની બોટલ સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ જામ્યો છે. આવનારી 21 ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના પગલે ચૂંટણી પ્રચાર માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો જોર શોરથી પ્રચારમાં જોડાઈ ગયા છે. વિવિધ વિસ્તારમાં પ્રચાર સભાઓનો દોર શરુ છે. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો સભાઓ યોજી ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે. અને મતદારોને પોતાની તરફ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દરમિયાન સુરતમાં ચુંટણી પ્રચારનો અલગ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. વોર્ડ નબર ૭માં ભાજપે બળદ ગાડા પર જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોએ રાંધણગેસના સીલીન્ડર સાથે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણગેસના ભાવમાં પણ વધારો થયો છે. જેને લઈને ગૃહિણીનું બઝેટ ખોરવાયું છે. ત્યારે આ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હતો. પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવારો મોંઘવારીને લઈને આક્રરા પ્રહારો પણ કરતા જોવા મળ્યા હતા.

ભાજપે બળદગાડું લઈને પ્રચાર કર્યો

BJP એ પણ વોર્ડ નબર ૭માં જુદી રીતે પ્રચાર કરી મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. વોર્ડ નબર ૭ના ઉમેદવારો આજે ચુંટણી પ્રચાર અર્થે બળદગાડું લઈને નીકળ્યા હતા. અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. આ બળદગાડા થકી પોતાના મત વિસ્તારની અલગ અલગ સોસાયટીમાં જઈ ચુંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અલગ પ્રકારે ચુંટણી પ્રચાર પણ સુરતમાં જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud