Watchgujarat. સુરત ખાતે કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસનેતા રાહુલ ગાંધી આજે સુરત આવી પહોંચ્યા છે. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવી પહોંચ્યા છે.  જેને પગલે લોખંડી પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું.બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં.

રાજ્યના કોંગી નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર સ્વાગત કરાયું

સુરત પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.

તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી

કર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, સમગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud