• કોંગ્રેસે વચન આપ્યા બાદ પણ પાસ સાથે સંકળાયેલાની ટિકિટ કાપી
  • કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર અને સભા કરી બતાવે : ધાર્મિક માલવિયા

WatchGujarat સુરત કોંગ્રેસમાં ફરી એક વખત ભડકો થયો છે. કોંગ્રેસે વોર્ડ નબર 3 માંથી ધાર્મિક માલવિયાને ટીકીટ આપી હતી. ત્યારે વાજતે ગાજતે બળદગાડી પર ધાર્મિક ફોર્મ ભરવા જવા માટે નીકળી પણ ગયો હતો. પરંતુ અચાનક તેણે ફોર્મ ભરવાનો ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ વોર્ડ નંબર 16 માં વિજય પાનસુરીયા સહિત કેટલાક પાટીદારોની ટિકિટ કોંગ્રેસે કાપી નાખતા પાસ ગુસ્સામાં આવી ગયું છે. કોંગ્રેસે પાસ કન્વીનર ધાર્મિક માલવિયાની વોર્ડ નંબર 3 માંથી ટિકિટ જાહેર કરી હતી. પરંતુ કોંગ્રેસે વચન આપ્યા બાદ પણ પાસ સાથે સંકળાયેલાની ટિકિટ કાપી લેતા ધાર્મિક માલવિયા ચૂંટણી નહીં લડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર જે પણ ફોજદારી કેસો દાખલ થયા હતા તે તમામ કેસો વિલાસબેન ધોરાજીયાના પતિ સંજયભાઈ ધોરાજીયા પાટીદારોની તરફેણથી કેસ લડતા હતા. પાટીદાર અનામત આંદોલન વખતે સંજયભાઈ ધોરાજીયાએ આપેલા સહયોગને કારણે તેમની પત્નીને ટિકિટ આપવામાં આવે તે પ્રકારની માંગણી ધાર્મિક માલવિયા દ્વારા કરવામાં આવી હતી. કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા વિલાસબેનને ટિકિટ આપવાનું વચન પણ ધાર્મિક માલવિયાને આપ્યું હતું.

પરંતુ અંતિમ ઘડીએ વિલાસબેન ધોરાજીયાને મેન્ડેટ ન આપીને કોંગ્રેસે ફેરવી તોળ્યું હતું. વોર્ડ નંબર 16ના માજી કોંગ્રેસના કોર્પોરેટર વિજય પાનસુરીયા માટે પણ ટિકિટની માગણી કરી હતી. તેમને પણ કોંગ્રેસ દ્વારા રીપીટ કરવામાં આવ્યા તેનો પણ કંઈક અંશે રોસ જોવા મળ્યો હતો. ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસને હરાવવા પૂરી તાકાત લગાવી દઈશું અને કોંગ્રેસની તાકાત હોય તો અમારા વિસ્તારમાં પ્રચાર અને સભા કરી બતાવે.

સુરતનાપાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, કોંગ્રેસને હરાવવા માટે અમે તમામ પ્રયાસો કરીશું, કારણકે કોંગ્રેસ દ્વારા જે ટિકિટો આપવા માટેનું વચન આપવામાં આવ્યું હતું એ પાળ્યું નથી અને એને કારણે પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા પાટીદાર સમાજમાં ભારે રોષ છે. આ રોષનું પરિણામ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય કરાવીને આપીશું.

અચાનક યાદ આવ્યું કે અન્યાય થયો છે અને ફોર્મ ભરવાનો ઇન્કાર કર્યો

પાટીદાર અનામત આંદોલન બાદ ધાર્મિક માલવિયા જાણીતો ચહેરો બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે તેને વોર્ડ નબર ૩ માંથી ટીકીટ આપી હતી. ટીકીટ મળતા જ ધાર્મિક માલવિયા આજે ફોર્મ ભરવા નીકળી પણ ગયો હતો. વોર્ડ નબર ૩ ની આખી પેનલ આજે ટીકીટ ભરવા નીકળી ગયી હતી. પરંતુ તેને અચાનક જ અન્ય સાથીદારોની યાદ આવી હતી અને ફોર્મ નહી ભરવાનો નિર્ણય લીધો હતો

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud