• શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થતાં હોસ્પિટલો પણ ખાલી થઈ રહી છે
  • ગત 1 જુલાઈ 2020ના રોજ 220 કેસની સામે રિકવરી રેટ 61.84% હતો
  • સિવિલમાં 1518 બેડની સામે રવિવારે માત્ર 147 દર્દીઓ દાખલ હતા જેથી 90% બેડ ખાલી
  • એક સમયમાં ઓક્સીજનની માંગ ૨૨૦ મેટ્રિક ટન હતી જે હાલમાં ઓછી થઈને ૨૦ થી ૩૦ મેટ્રિક ટન થઇ – બંછાનિધિ પાની

WatchGujarat. કોરોનાની બીજી લહેર સુરત શહેરમાં ખુબ જ ઘાતક નીવડી હતી. સુરત શહેરમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. જો કે હવે રાહતના સમાચાર એ છે કે સુરતમાં કોરોનાનું સંક્મ્રણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. હાલમાં રિકવરી રેટ 96.06% પર પહોંચી ગયો છે. શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થતાં હોસ્પિટલો પણ ખાલી થઈ રહી છે. પરંતુ હજુ પણ લોકોને ખાસ તકેદારીઓ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

હાલમાં રિકવરી રેટ 96.06% પર પહોંચી ગયો

ગત 1 જુલાઈ 2020ના રોજ 220 કેસની સામે રિકવરી રેટ 61.84% હતો. જ્યારે હાલમાં રિકવરી રેટ 96.06% પર પહોંચી ગયો છે. શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થતાં હોસ્પિટલો પણ ખાલી થઈ રહી છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની કોવિડ હોસ્પિટલ જ્યાં એપ્રિલ મહિનામાં નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવાની ફરજ પડી હતી. તેની સામે હાલ 80% હોસ્પિટલ ખાલી થઈ ગઈ છે. સિવિલમાં 1518 બેડની સામે રવિવારે માત્ર 147 દર્દીઓ દાખલ હતા જેથી 90% બેડ ખાલી હતા. તેવી જ રીતે સ્મીમેરમાં 941 બેડની સામે માત્ર 161 દર્દીઓ એટલે કે 82%થી વધુ બેડ ખાલી છે. કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં કાર્યરત કોવિડ હોસ્પિટલમાં માત્ર 9 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા હોવાથી ટૂંક સમયમાં બંધ કરાય તેવી શક્યતા છે.

દેશમાં સૌથી ઓછો પોઝીટીવ રેટ સુરત શહેરમાં

મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આખા દેશમાં સૌથી ઓછો પોઝીટીવ રેટ સુરત શહેરમાં છે. સુરત શહેરમાં હાલમાં ૧ ટકાથી ઓછો પોઝીટીવીટી રેટ છે. અને હાલમાં સુરતમાં ૯૬ ટકા રીકવરી રેટ થયો છે. એક સમયમાં જ્યાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૩૪૦ જેટલા કોલ આવતા હતા. તે ઘટીને હવે ૧૦ થી ૨૦ જેટલા કોલ આવી રહ્યા છે. આ ઉપરાંત સુરતમાં હાલમાં ૯૦ ટકા બેડ ખાલી છે. એક સમયમાં ઓક્સીજનની માંગ ૨૨૦ મેટ્રિક ટન હતી જે હાલમાં ઓછી થઈને ૨૦ થી ૩૦ મેટ્રિક ટન થઇ રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ સફળ રહ્યું

મનપા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેનટ સફળ રહ્યું છે. સુરતમાં આર.ટી.પી,.સી.આર. ટેસ્ટ ૫ ઘણા વધારવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેલ્થ કાર્ડ પણ અપાયા હતા. માઈક્રો કન્ટેન્ટમેન્ટમાં વધારે ફોકસ કરાયું સાથે સાથે લોકોને કોવિડ હેલ્થ કાર્ડમાં ગ્રીન અને વ્હાઇટ કાર્ડ આપવામાં આવ્યા. હતા. 250થી વધુ ધનવંતરિ રથ સાથે સંજીવની રથ કામે લગાડાયા હતા. કાર્પેટ કોમ્બિનિંગ ઓપરેશન કરીને જ્યાં ખૂબ કેસ હતા ત્યાં ટેસ્ટીંગ કરીને આઇસોલેટ કરીને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. લોકો કોવિડ ગાઈડ લાઇન અનુસરે. કોરોનાની ત્રીજી લહેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, થર્ડ વેવ ન આવે પરંતુ થર્ડ વેવ માટે મેન પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈ તમામ તૈયારીઓ કરાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud