• સુરતમાં વિકેન્ડમાં જાહેર સ્થળો પર ના જોવા મળે એવી ભીડ હાલ જોવા મળી રહીં છે.
  • ઉભરાટ અને સુંવાલી બીચ બંધ હોવાથી સુરતના ડુમસ બીચ પર માનવ મહેરામણ
surat dumas beach crowd gathering on weekends
surat dumas beach crowd gathering on weekends

WatchGujarat. કોરોનાની ઘાતક બનેલી બીજી લહેર માંડ ઓસરી છે. અત્યંત પ્રાણઘાતક સાબિત થયેલી કોરોનાની બીજી લહેરમાં હજારો કેસો અને સંખ્યાબંધ મોત નોંધાયા હતા. આ દિવસોને યાદ કરતા હજીય કંપારી છૂટી જાય એવું છે.

એપ્રિલ મે મહિનામાં કોરોના તેના પિક પિરિયડ પર હતો. જ્યારે આ લહેર સૌથી વધારે અસરકારક બની હતી. હજી આ લહેર ઓસર્યાને થોડા મહિના જ વીત્યા છે. ત્યારે સુરતીઓ ફરી તેમના અસ્સલ મૂડમાં આવ્યા છે.

સુરતમાં વિકેન્ડમાં પબ્લિક પ્લેસીસ પર ના જોવા મળે એવી ભીડ હાલ જોવા મળી રહી છે. કોરોના જતો રહ્યો છે એવું સમજીને સુરતીઓ હાલ હરતા ફરતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઉભરાટ અને સુંવાલી બીચ બંધ હોવાથી સુરતના ડુમસ બીચ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. કોરોના પહેલા જેવી ભીડ હતી એવી ભીડ જ હાલ દેખાઈ રહી છે. અને રસ્તા પર પગ મુકવાની પણ જગ્યા દેખાતી નથી.

કોરોનાના કેસો ઘટતાં હાલ તંત્ર અને લોકોને રાહત થઈ છે. લાંબા સમયથી લોકો આ સમયની રાહ જોતા હતા એ કહેવામાં પણ ખોટું નથી. પરંતુ હાલ આ બેફિકરાઈ ભારે પડી શકે છે. કારણ કે આ ભીડ ત્રીજી લહેરને આમંત્રણ આપવા માટે પૂરતી છે. હાલ અન્ય દેશોમાં ડેલ્ટા વેરીએન્ટના કેસો ફરી વધવા લાગ્યા છે, જે ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેવા ભાસી રહ્યા છે.

ત્યારે દેશમાં અને શહેરમાં પણ માંડ માંડ કોરોનાની સ્થિતિ થાળે પડી છે ત્યાં આ ભીડ ત્રીજી લહેરને આમંત્રણ આપવા જેવી જ છે. લોકોએ યાદ રાખવું પડશે કે હજી કોરોના ગયો નથી, ત્રીજી લહેરનો ખતરો યથાવત છે, ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું પાલન કરવામાં નહિ આવે તો કોરોના સમયમાં આવેલા પ્રતિબંધો પણ પાછા આવે તો નવાઈ નહિ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud