પાલિકા દ્વારા કોરોના કેસો વધતા ચેકીંગ પણ ઝડપી હાથ ધરવામાં આવ્યું
લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે અંગે પાલિકાએ કડક પગલાં હાથ ધર્યા
WatchGujarat રાજ્યમાં એક તરફ કોરોનાના દિનપ્રતિદિન કેસો રહ્યા છે. ત્યારે સુરતમાં પણ કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બીજી તરફ શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ પણ સામે આવ્યો છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયેલ છે. ત્યારે સુરત તંત્ર પણ દોડતું થઇ છે.
શહેરમાં ચુંટણીને લઈને તમામ રાજકીય પક્ષોના નેતાઓની બેફામ રેલીઓ યોજાઇ હતી. તેમાં નેતાઓ અને કાર્યકરો સહિત અન્ય લોકો માસ્ક વગર ફરતા જોવા મળ્યા હતા. જેના કારણ રાજ્ય સહિત મહાનગરોમાં કોરોનાની સ્થિતિ ફરી એક વખત વણસી છે. સુરતમાં કોરોનાના કેસોમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. શહેરમાં ખાસ કરીને 50 દિવસ બાદ કોરોનાના કેસો 100ને પાર નોંધાયા છે. ત્યારે આ બધા વચ્ચે સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ આવતાં તંત્રની ચિંતામાં વધારો થયો છે.
ગત ફેબ્રઆરી મહિનામાં ત્રણ લોકોના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી એકના સેમ્પલમાં યુકેના નવા સ્ટ્રેન કોરોનાના લક્ષણો દેખાતા તંત્ર દોડતું થયું છે. સુરતના 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મૂકવામાં આવ્યા છે. સુરત મનપા દ્વારા યુકેથી આવેલા 3ના સેમ્પલ ફેબ્રુઆરીએ પુણે મોકલ્યા હતા જેમાં એકમાં બ્રિટનના નવા સ્ટ્રેઇનની પુષ્ટિ થઈ છે. રાંદેર વિસ્તારની વ્યક્તીમાં સ્ટ્રેઇન જોવા મળ્યો હતો. પાલિકા દ્વારા કોરોના કેસો વધતા ચેકીંગ પણ ઝડપી કરવામાં આવ્યું છે. સાથે જ લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે અંગે પણ પાલિકા કડક પગલાં હાથ ધરી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરતમાં કોરોનાની રફતાર તેજ થઇ છે. શુક્રવારના રોજ 101 અને ગ્રામ્યમાં 09 મળી કુલ 110 દર્દી નોંધાયા હતા. કેસ ઘટવાની શરૂઆત બાદ પ્રથમવાર સુરત સિટીમાં કોરોના આંક સદીને પાર કરી ગયો છે. સિટીમાં વધુ 75 અને ગ્રામ્યમાં 07 મળી 82 દર્દીઓને રજા મળી છે.
ઉલ્લેખનીય છે કે, વરાછા, પાલનપુર, પાલ અને સરથાણામાં ફરી ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વરાછામાં 68, સરથાણામાં 264 રહીશો તથા પાલ અડાજણમાં 1738 રહીશોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ક્લસ્ટર વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.