• કોરોનાની મહામારીને લઈને લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે
  • સુરતમાં વાલીઓ હવે સરકારી શાળા તરફ વળ્યા
  • મનપા કચેરી ખાતે આવેલા સ્મેક સેન્ટરમાં વર્ચ્યુઅલ રીતે આ વર્ગોની શરૂઆત કરવામાં આવી

WatchGujarat. સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન શાળામાં આર્થિક રીતે નબળા વર્ગના વાલીઓના બાળકોના અભ્યાસની સુવિધા અર્થે ધો. 11 આર્ટસ, કોમર્સ અને સાયન્સના કુલ 24 વર્ગો શરુ કરવામાં આવ્યા છે. મનપા કચેરી ખાતે આવેલા સ્મેક સેન્ટરમાં વર્ચ્યુઅલ રીતે આ વર્ગોની શરૂઆત કરવામાં આવી હતી. ધોરણ 11 ના વર્ગ શરૂ કરનારી સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા બને છે.

કોરોનાની મહામારીને લઈને લોકોની આર્થિક રીતે હાલત કફોડી બની છે. તો બીજી તરફ ખાનગી શાળાઓમાં બેફામ ફીને લઈને વાલીઓનો વિરોધ પણ ભૂતકાળમાં સામે આવી ચુક્યો છે. ત્યારે સુરતમાં વાલીઓ હવે સરકારી શાળા તરફ વળ્યા છે. સુરતમાં હવે સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન શાળામાં આર્થિક રીતે નબળા વર્ગના વાલીઓના બાળકોના અભ્યાસની સુવિધા અર્થે ધો. 11 આર્ટસ, કોમર્સ અને સાયન્સના કુલ 24 વર્ગો શરુ કરવામાં આવ્યા છે. મનપા કચેરી ખાતે આવેલા સ્મેક સેન્ટરમાં વર્ચ્યુઅલ રીતે આ વર્ગોની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ જોડાયા હતા. આ ઉપરાંત મનપા કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મનપા કમિશ્નર, મેયર, ડે. મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને પદાધિકારીઓએ તેઓને શુભકામનાઓ પણ પાઠવી હતી.

શિક્ષણક્ષેત્રે સુરતની મનપા વર્ગો શરુ કરનારી પ્રથમ મહાનગર પાલિકા બની

મેયર હેમાલીબેન  બોઘવાલાએ જણાવ્યું હતુ કે સુરત એક મીનીભારતની છબી છે. અને આ સુરત શહેરમાં તમામ પ્રકારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટેનો એક પ્રયાસ છે. આજે સી.આર.પાટીલના પ્રદેશ અધ્યક્ષ તરીકેના એક વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તેઓના માર્ગદર્શિન હેઠળ આ 24 વર્ગો શરુ કરવામાં આવ્યા  છે. આજે કહેતા એક ખુબ આનંદ થાય છે કે સુરતની ઓળખ એક સ્માર્ટ સીટી, બ્રીજ સીટી, ડાયમંડ સીટી તરીકે ઓળખાય છે ત્યારે હવે સુરત શિક્ષણક્ષેત્રે સુરતની મનપા હવે એક એવી મનપા બનવા જઈ રહી છે જેમાં ધો. 11 ના વર્ગો શરુ થયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud