• સેલ્ફી લેવાની ગેલછામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે.
  • સુરતના કોઝવે પર સેલ્ફી લેતા તરૂણનો પણ લપસ્તા નદીમાં પડ્યો હતો.
  • હરિઓમ ક્લબના સભ્યએ સ્થિતિ પારખી નદીમાં કુદી ડૂબતા તરૂણનો જીવ બચાવ્યો
Gujarat, Surat live rescue on cozway
Gujarat, Surat live rescue on cozway

WatchGujarat. સોશિયલ મિડિયાના (Social Media) યુગમાં યુવાનો સેલ્ફી લેવાની ગેલછામાં અવનવા તુક્કાઓ અપનાવતા નજરે પડે છે. ટ્રાફિકથી ધમધમતો રોડ હોય, ઊંચી ઇમારતો હોય કે પછી રેલવે ટ્રેક કશે પણ આ યુવા પેઢી સેલ્ફી (Selfie) લેવા માટે પહોંચી જાય છે. કેટલાક કિસ્સાઓમાં યુવાનોએ સેલ્ફી લેતા પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તેવા અનેક કિસ્સાઓમાં પ્રકાશમાં આવી ચુંક્યાં છે. તેવામાં સેલ્ફીનો ક્રેઝ કેટલો ઘાતક સાબીત થઇ શકે છે તેનુ આ ઘટના પરથી અનુમાન લગાવી શકાય છે.

સુરતના કોઝવે (Surat cozway) પર એક તરુણ સેલ્ફી લઇ રહ્યો હતો, તે વેળાએ તેનો પગ લપસી જતા નદીમાં પડ્યો હતો. પાણી વધુ હોવાથી અને તરુણને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જોકે ત્યાં હાજર તેના મિત્રોએ બુમાબુમ કરતા કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. અને તેઓએ કોઝવેના પાણીમાં કુદી તરુણને બચાવી લીધો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે

યુવાધનોને સેલ્ફી લેવાનું ઘેલું લાગ્યું છે અને ઘણી   વખત સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ભૂતકાળમાં આવા અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના કેટલાક મિત્રો કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા. એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો. દુર્ઘટના સ્થળે અનેક લોકો આ ઘટનાને જોઇ રહ્યા હતા ત્યારે કેટલાકે તેમના કેમેરામાં ઘટનાનું રેકોર્ડિંગ કરી તેને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. મોતને હાથતાળી આપી આવેલો તરુણ તરત જ ત્યાંથી નીકળી ગયો હતો.

તરુણને બચાવનારને બચાવનાર અજય ઘીવાળાએ જણાવ્યું હતું કે રવિવારની સવારે ત્રણ બાળકો કોઝવે નજીક જોખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવેમાં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે, પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 995થી તાપી નદી અને કોઝવેમાં સ્વિમિંગ કરી રહ્યો છું અને હરિઓમ ક્લબનો સભ્ય છે. અમે રોજના 200-250 જેટલા સભ્યો રોજિંદા કોઝવેમાં સવારે 7થી 9 સ્વિમિંગ કરવા આવ્યા છીએ. 25 વર્ષના સ્વિમિંગમાં આવા 7-8 જણાના જીવ બચાવ્યા છે. પાલિકાના અધિકારીઓ પણ આવી કામગીરીથી ખુશ રહે છે. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાઈ ગયા હતા. ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતાં જ ગાયબ થઈ ગયા હતા.

 

Gujarat, Surat Cozway youth taking selfie and drowned in deep water rescued by locals

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud