• સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા આરોપીને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી
  • ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કેટલાક ઈસમો એમ.ડી.ડ્રગ્સ સાથે સુરત શહેરમાં ફરી રહ્યા હોવાની બાતમી મળી
  • પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી રૂ. 7.90 લાખની કિમતનું 79 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું

Watchgujarat. સુરતમાંથી ફરી એક વખત એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે કારમાં ડ્રગ્સ લઈને જતા ૩ ઈસમો અને એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 7.90 લાખની કિમતનું એમ.ડી.ડ્રગ્સ મળી કુલ રૂ. 12.75 લાખની મત્તા કબજે કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી નશીલા દ્રવ્યોનું વેચાણ કરતા આરોપીને પકડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. ત્યારે સુરતમાં ફરી એક વખત એમ.ડી.ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કેટલાક ઈસમો એમ.ડી.ડ્રગ્સ સાથે સુરત શહેરમાં ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ખરવાસા ડીંડોલી બ્રીજ પાસેથી એક કાર રોકી હતી.

પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી રૂ. 7.90 લાખની કિમતનું 79 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું હતું. જેથી પોલીસે કારમાં સવાર તમામ ઈસમોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ પોતાનું નામ પર્વત પાટિયા સ્થિત સાનિધ્ય રેસીડેન્સી માં રહેતા કમલેશ શાંતિલાલ દુગડ, અમરોલી સ્થિત રહેતા વિકાસ કુમાર ઉર્ફે વિક્કી હસમુખભાઈ પટેલ, ડીંડોલી રાજદીપ સોસાયટીમાં રહેતા કૃષ્ણાદત સુરેશચન્દ્ર દુબે અને મહિલાએ પોતાનું નામ પૂજા રાજેશ્વર મોહન ગુપ્તા અને તે પીપલોદ પ્રગતી સોસાયટીમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.

6 મહિનાથી ડ્રગ્સનું સેવન અને વેચાણ કરે છે

પોલીસ તપાસમાં આરોપીઓ 6 મહિનાથી ડ્રગ્સનું સેવન અને વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસે આ ડ્રગ્સ તેઓ ક્યાંથી લાવ્યા અને કોને આપવાના હતા, તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝડપાયેલા આરોપી કમલેશ શાંતિલાલ દુગડ પાનનો ગલ્લો પણ ચલાવે છે. જેથી પાનના ગલ્લા પરથી આ ડ્રગ્સનું વેચાણ થતું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ ડ્રગ્સ પોતાના સેવન માટે લાવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે. પરંતુ પોલીસને આશંકા છે કે, આરોપીઓ આ ડ્રગ્સ વેચાણ અર્થે લાવ્યા હતા. તેમજ ઝડપાયેલી મહિલા પૂજા ગુપ્તા કૃષ્ણાદત્ત દુબેની પ્રેમિકા છે. અને તેઓ સાથે મળીને આ ડ્રગ્સનું સેવન પણ કરતા હતા.

મુંબઈના બારમાં ડ્રગ્સનું પહેલી વાર સેવન કરેલું

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, આરોપી છેલ્લા એક 1 વર્ષથી મુંબઈ જમીનની લેવડ દેવડ માટે જતા હતા. ત્યાં એક બારમાં પહેલી વાર આ ડ્રગ્સનું સેવન કર્યું હતું. અને ત્યારથી જ તેઓને આ ડ્રગ્સની લત લાગી હતી. અને ત્યારથી જ આ ડ્રગ્સનું સેવન કરવાનું શરુ કર્યું હતું.

કબજે કરાયેલ મુદામાલ

  • 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ – કિંમત રૂ. 7.90 લાખ
  • 6 મોબાઈલ – કિંમત રૂ. 83 હજાર
  • રોકડા રૂપિયા 4,380
  • ડીજીટલ વજન કાંટો – કિંમત રૂ. 200
  • કાર – કિંમત રૂ. 3.50 લાખ
  • કુલ મુદામાલ રૂ. 12.27 લાખ
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud