• ઇન્ટરનેટનો વ્યાપ વઘતા સાયબર ક્રાઇમના કેસોમાં વધારો નોંધાયો
  • ગુનાઓ રોકવા અને લોકો જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર સંજીવની અભિયાન શરુ કરવામાં આવ્યું
  • ડીજીટલ ઇન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરાશે

WatchGujarat. સાઈબર ક્રાઈમના વધતા જતા બનાવોને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની અભિયાનની શરુઆત કરવામાં આવી છે. આ અભિયાન થકી લોકોને સાયબર ફ્રોડ અંગે માહિતગાર કરી જાગૃત કરાશે. આ માટે સુરત પોલીસ દ્વારા સ્પર્ધા યોજી લોકોને જાગૃત કરશે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. વધુમાં વધુ લોકો સાયબરફ્રોડનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવા ગુનાઓ રોકવા અને લોકો જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા સાયબર સુરક્ષા સેતુના સહયોગથી સાયબર સંજીવની અભિયાન શરુ કરવામાં આવ્યું છે. નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવી શકાય અને ગુનાઓની માહિતી મળી રહે તે માટે સ્પર્ધા દ્વારા અનોખી રીતે લોકોને જાગૃત કરાશે.

આ સાયબર સંજીવનીનો ઉદેશ

લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી શહેરને સાયબર સેફ સુરત બનાવવો છે

લોકોને સાયબર ક્રાઈમની વિવિધ મોડેસ ઓપરેન્ડી વિષે માહિતગાર કરાશે

લોકોમાં સાયબર ક્રાઈમ સબંધિત માહિતી ફેલાવી સાયબર ક્રાઈમની સંખ્યા ઘટાડો કરવાનો છે

ડીજીટલ ઇન્ડીયાના યુગમાં લોકો ડીજીટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને તે માટે લોકોને પ્રોત્સાહિત કરાશે.

સ્પર્ધાની માહિતી

સાયબર અવરનેસ ક્વીઝનો મુખ્ય ઉદેશ રોજબરોજ બનતા સાયબર ક્રાઈમના બનાવોથી બચવા અને જાગૃતતા લાવવા કુલ ૩૦ પ્રશ્નો પૂછવામાં આવશે જે પ્રશ્નોના ઉતર ૨૦ મીનીટમાં આપવાના રહેશે

ફ્લાઈંગ કલર્સ

ફ્લાઈંગ કલર્સ એક ડ્રોઈંગ સ્પર્ધા છે. જે સ્પર્ધાનો ઉદેશ સાયબર સબંધિત મેસેજની ટેગલાઈન સાથેના ડ્રોઈંગ, સ્કેચ, ચિત્ર અથવા પોસ્ટ બનાવી નાગરિકોમાં જાગૃતતા લાવવાનો છે. આ સ્પર્ધામાં ઓનલાઈન ફોર્ડ, ઓનલાઈન સેફટી, સાયબર અવરનેસ, ફેક ન્યુઝ તથા સાયબર બુલીંગ જેવા પાંચ વિષયો રાખવામાં આવ્યા છે. જે વિષયો પૈકી એક વિષય પસંદ કરી સ્પર્ધામાં ભાગ લઇ શકાશે. આ સ્પર્ધામાં ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. જેમાં કેટેગરી ૧માં સ્કુલના ૮ થી ૧૬ વર્ષના વિદ્યાર્થીઓ, કેટેગરી ૨ માં કોલેજના ૧૭ થી ૨૪ વર્ષના વિદ્યાર્થીઓ અને કેટેગરી ૩માં અન્ય તમામ ૨૫ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ ભાગ લઇ શકશે.

અત્યાર સુધી કેટલા ગુના નોંધાયા

વર્ષ    જુલાઈ સુધી  ડીસેમ્બર સુધી

૨૦૧૮    ૭૫           ૧૫૮

૨૦૧૯    ૧૪૪          ૨૩૮

૨૦૨૦    ૭૫            ૨૦૪

૨૦૨૧   ૨૦૩

દરેક પોલીસ મથકમાં પણ એક પીએસઆઈ અને ત્રણ માણસોની ટીમ તૈનાત

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત વેપારીક કેન્દ્ર છે.  અહી પણ સાયબર ક્રાઈમ મહત્વનો ગુનો બની ચુક્યો છે. સુરત સીટી પોલીસ દ્વારા સાયબર સેલમાં પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે. દરેક પોલીસ મથકમાં પણ એક પીએસઆઈ અને ત્રણ માણસોની ટીમ તૈનાત કરાશે. જેથી કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બને તો જે તે પોલીસ મઠકમાં ફરિયાદ નોંધાવી શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud