- પીસીઆર વાનના પોલીસ કર્મી દ્વારા ઉઘના વિસ્તારમાં બે લોકોને બેફામ ગાળો ભાંડી અને લાતો મારતો વિડીયો સામે આવ્યો
- વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.
WatchGujarat સુરત ઉધના પોલીસ સ્ટેશનમાં પીસીઆરવાનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. રાત્રીના સમયે સોસાયટીમાં બેફામ ગાળો બોલતા અને યુવકને માર મારતો વિડીયો શોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
#Surat – ઉધના પોલીસ મથકમાં પીસીઆરવાનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની દાદાગીરી, જુઓ વિડીયો
પીસીઆર વાનના પોલીસ કર્મી દ્વારા ઉઘના વિસ્તારમાં બે લોકોને બેફામ ગાળો ભાંડી અને લાતો મારતો વિડીયો સામે આવ્યો
વિડીયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા #WatchGujarat pic.twitter.com/TDIYZdWKEU
— Watch Gujarat (@WatchGujarat) December 26, 2020
શહેર પોલીસ પર અવાર નવાર આક્ષેપો થવાની સાથે વિવાદમાં પણ આવે છે. આ ઉપરાંત કોઈ ને કોઈ વાતને લઈને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે. ઘણીવાર પોલીસના ઉગ્ર દેખાવથી પણ ઘર્ષણો થયા છે. ત્યારે હવે આવી જ એક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં ઉધના હરીનગર ૨ માં રાત્રીના સમયે પીસીઆરવાનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની દાદાગીરી સામે આવી છે. ત્યાં હાજર બે લોકોને તે બેફામ ગાળો ભાંડી રહ્યો છે અને લાતો પર મારી રહ્યો છે.
આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. સોસાયટીની અંદર જ ના સભળાય તેવી ગાળો આ પોલીસકર્મી બોલી રહ્યો છે તેમજ યુવકને માર પણ મારી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સુરતમાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. તેમજ આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.