• રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં અવનવી રાખડીઓ માર્કેટમાં આવી રહી છે
  • સુરતના હિરાબજારમાં હવે બ્રેસલેટ કમ રાખડી માર્કેટમાં આવી છે, જે ધુમ મચાવી રહી છે
  • ડાયમંડ રાખીની વાત કરીએ તો તે  રૂ.2500 થી લઇને 5 લાખ સુધીની મળી રહે

WatchGujarat. રક્ષાબંધનનો તહેવાર નજીક છે ત્યારે શહેરનાં રાખડી બજારમાં અવનવી રાખડીઓ આવી છે. પરંતુ ડાયમંડ સીટી સુરતમાં તો રક્ષાબંધનનો પર્વ પણ સુરતીઓ અનોખી રીતે ઉજવવાના છે. ડાયમંડ સીટી સુરતનાં દરેક તહેવારમાં ડાયમંડ નહિં હોય તેવું તો શક્ય જ નથી. એટલે આ વખતે શહેરનાં રાખડી બજારમાં અન્ય રાખડીઓની સાથે સાથે ડાયમંડ અને ગોલ્ડ,સિલ્વરની મોંઘીદાટ રાખીઓ પણ ધુમ મચાવી રહી છે.

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં અવનવી રાખડીઓ માર્કેટમાં આવી રહી છે. અત્યારસુધી બહેન ભાઇનાં કાંડા પર સુતર કે રેશમની દોરી બાંધીને રક્ષાબંધનનો તહેવાર ઉજવતી હતી. પણ હવે ભાઇનાં કાંડાને શોભાવે તેવી ગોલ્ડ,સિલ્વર અને ડાયમંડની રાખડીઓ પણ ટ્રેન્ડમાં આવી છે. સુરતનાં જ્વેલર્સોમાં હવે ગોલ્ડ કે સિલ્વર ફોઇલની ગુલાબનાં આકારથી બનાવાયેલી રાખડીઓ મળી રહી છે. એટલું જ નહિં બ્રેસલેટ કમ રાખડીએ પણ હવે રાખડી બજારમાં એન્ટ્રી મારી છે. અને બહેનોને તે ઘણી પસંદ પણ પડી રહી છે. આ પ્રકારની રાખડીઓમાં ચાંદીની રાખડી, સોનાની રાખડી અને ડાયમંડ સ્ટડેડ રાખડી પણ બજારમાં આવી છે. જેનો ઉપયોગ રક્ષાબંધન પછી પણ કરી શકાય છે. સામાન્ય રાખડીની કિંમત 200 રૂપિયાથી લઇને અનલિમિટેડ કિંમત સુધીની રાખડી મળી રહે છે. અને બહેનો પણ ભાઇને સ્પેશ્યલ અને મેમોરેબલ રક્ષાબંધન ઉજવવા માટે આવી જ રાખડીઓ પસંદ કરી રહી છે.

2500 થી લઇને 5 લાખ સુધીની રાખડી

લોકો હવે પોતપોતાની પસંદ મુજબ રાખડીઓનો ઓર્ડર પણ આપી શકે છે. ગોલ્ડ ફોઇલની રાખડીની કિંમત રૂ.300 થી લઇને રૂ.5,000 સુધીની જાય છે. તે જ મુજબ સિલ્વર રાખડીની કિંમત રૂ.250 થી લઇને રૂ.2500 સુધીની પણ મળી રહે છે. અને જો ડાયમંડ રાખીની વાત કરીએ તો તે  રૂ.2500 થી લઇને 5 લાખ સુધીની મળી રહે છે.  આ 5 લાખની રાખડી સોનાની હોય છે અને તેમાં રિયલ ડાયમન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે જેથી તેની કુલ કિંમત મળી ને 5 લાખ જેટલી થાય છે. સાથે જ જે લોકોને પોતાની પસંદગીની રાખડી બનાવવાની હોય તેઓ ઓર્ડર મુજબ લાખો રૂપિયા સુધીની રાખડીઓનાં ઓર્ડર પણ આપી રહ્યાં છે.

આમ, હવે રક્ષાબંધનમાં હવે સંબંધનાં મહત્વમાં રાખડીનું મુલ્ય પણ વધ્યું છે. લોકો હવે ટ્રેન્ડ અનુસાર પર્વ ઉજવતાં થયા છે. અને તેમાં પણ હવે રક્ષાબંધનમાં ડાયમંડ સીટીમાં હવે ગોલ્ડ,સિલ્વરની સાથે સાથે ડાયમંડ રાખડીઓનું ચલણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને હવે બહેનો આ રક્ષાબંધનને કાયમનું સંભારણુ બનાવવા માટે આ પ્રકારની રાખડીઓની ખરીદી તરફ વળી છે. એટલું જ નહીં હવે કોરોના પછી ધીમ ધીમે તહેવારોની ઉજવણી શરૂ થતાં બજારમાં ખરીદીનો પણ માહોલ નીકળ્યો છે. જેથી જવેલર્સોને પણ ખુશી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud