• ખજોદ ખાતે આવેલ ડિસ્પોઝલ સાઈટથી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે
  • 2100 મેટ્રિક ટન કચરામાંથી 11 વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવી રહી છે
  • 800 મેટ્રિક ત્રણ કચરાને રોજ રીસાઇકલ કરવામાં આવે છે
  • આવતા અઠવાડિયે રોજ 2 હજાર મેટ્રિક ટન કચરો રીસાઇકલ થશે : સુરત મનપા અધિકારી

WatchGujarat. સુરતમાં ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઈટને નવસાધ્ય કરવા માટેની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જે માટે ડિસ્પોઝલ સાઈટ પર કચરામાંથી  ખાતર બનાવવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે આ કચરામાંથી દર મહિને 2100 ટન ખાતર બનાવવામાં આવી રહ્યું છે. જેનો ઉપયોગ દર મહિને 11 વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ રોજના 800 મેટ્રિક ટન કચરાને રીસાઈકલ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ડાયમંડ બુર્સનું આગામી ડિસેમ્બર મહિનામાં ઉદ્ઘાટન કરવાની ચર્ચા ચાલી રહી છે. કહેવાય રહ્યું છે કે આ ઉદ્ઘાટન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના હસ્તે કરવામાં આવશે. ત્યારે આ ઉદ્ઘાટન પહેલા નવેમ્બર મહિનામાં ખજોદ ડિસ્પોઝલ સાઈટને લેન્ડ ફીલ કરાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે સુરતમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે એશિયાનું સૌથી મોટો ડાયમંડ ટ્રેડિંગ હબ બનવા જઈ રહ્યું છે. જેની ગત મહિને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીની મુલાકાત સમયે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઈટ ખસેડવાની માંગણી કરવામાં આવી હતી. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમને ખાતરી આપવામાં આવી હતી કે આગામી છ મહિનામાં તેનું નિરાકરણ થઈ જશે. જે બાદ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 3.50 લાખ મેટ્રિક ટન કચરાને લેન્ડ ફીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બચેલો 20 લાખ મેટ્રિક ટન કચરો નવેમ્બર સુધી લેન્ડ ફીલ કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા દર મહિને 2100 ટન ખાતર બનાવવામાં આવી રહ્યું છે. જેમાંથી શહેરની 11 વીઘા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે. આ અંગે સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુવાલીમાં જો ડિસ્પોઝલ સાઈટ શરૂ કરવાને પરવાનગી મળી પણ જાય તો પણ નવી સાઈટ શરૂ કરવા માટે ઓછામાં ઓછા છ મહિના જેટલો સમય નીકળી જશે. આ ઉપરાંત જો એલોટમેન્ટ આવ્યા પછી પણ જીપીસીબીની એનઓસી મેળવવા ઓછામાં ઓછા 2 અઠવાડિયા જેટલો સમય લાગશે. જેના કારણે આ કામગીરી હાથ ધરવી વધારે ફાયદાકારક રહેશે. ઉલ્લેખનીય છે કે લેન્ડ ફિલની ટેન્ડર પ્રક્રિયા માટે પણ વધુ સમય લાગશે. જેથી હાલ આ સાઈટ બંધ કરવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવતા અઠવાડિયે રોજ 2 હજાર મેટ્રિક ટન કચરો રીસાઇકલ કરવામાં આવશે તેવું સુરત મનપાના અધિકારીએ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud