• કોરોના બાદ હવે તંત્રની બેદરકારીને કારણે લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે
  • પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્રીત થતા ઝાડા ઉલ્ટીનો વાવર શરૂ
  • છેલ્લા ૩ દિવસમાં ૬ લોકોના મોત અને ૧૦૦ થી વધુ લોકો સારવાર હેઠળ ખસેડાયા

WatchGujarat. કઠોર ગામનાં વિવેક નગર અને રામકિશન કોલોનીમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતા લોકો ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. 3 દિવસમાં 6 લોકોના મોત થયા છે. જયારે 100 થી વધુ લોકો હાલ સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે. તાત્કાલિક પાણી અને ગટરની લાઇનો ચકાસવાની કામગીરી શરૂ કરી હતી. હાલ રહીશોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પડાયું છે.

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યાં હવે ઝાડા ઉલટી અને ગેસ્ટ્રોના કેસો સામે આવી રહ્યા છે. સુરત જીલ્લાના કઠોરગામમાં આવેલા વિવેક નગરમાં અને રામ કિશન કોલોનીમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળી ગયું હતું. જેને લઈને સ્થાનિકો બીમારીનો ભોગ બન્યા છે. રહીશોમાં એક પછી એક ઝાડા ઉલટી અને ગેસ્ટ્રોના કેસો સામે આવી રહ્યા છે. છેલ્લા ૩ દિવસમાં જ ૬ લોકોના મોત નીપજ્યા હતા અને ૧૦૦ થી વધુ લોકો હાલ સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે. જેમાં કઠોર સીએચસીમાં 50, લોખાત હોસ્પિટલમાં 30 તથા ખાનગી હોસ્પિટલ મળી 100થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યાના રહીશોને હાલ ટેન્કર દ્વારા પાણી પુરૂ પડાયું છે.

તંત્ર દોડતું થયું

આ ઘટનાની જાણ થતા ઝોનના અધિકારીઓ, નાયબ આરોગ્ય અધિકારી તથા હાઇડ્રોલિક વિભાગના એડિશનલ સિટી ઈજનેર જતીન દેસાઈ ટીમ સાથે પહોંચી સરવે કરી દવા વિતરણ કર્યું હતું. તાત્કાલિક પાણી અનેે ગટરની લાઇનો ચકાસવાની કામગીરી શરૂ કરી હતી. હાલ રહીશોને ટેન્કર દ્વારા પાણી પુરૂ પડાયું છે. પાણીના કુલ 52 સેમ્પલ્સ અને 4 ઝાડાના પણ સેમ્પલ લેવાયા છે

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મૃતકોની યાદી :

(1) હરેશ શંકર રાઠોડ(36)

(2) મોહન છોટુ રાઠોડ (55)

(3) ગેમલ વસાવા

(4) તનય અનિલ રાઠોડ

(5) શાંતાબેન ઇશ્વર સોલંકી(60)

(6) વિજય ઇશ્વર સોલંકી (42)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud