સુરત મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી આજે યોજાઈ હતી
અપેક્ષાત મુજબ ચૂટણીમાં હોબાળો મચ્યો, ભાજપના 8 ઉમેદવારોની જીત થઈ
શાસક પક્ષે કહ્યું હતું કે હારી જતા વિપક્ષ ગુંડાગીરી પર ઉતર્યું
[caption id="attachment_1225605" align="aligncenter" width="1280"] Gujarat, Surat Shikshan Samiti Election Mashup[/caption]
WatchGujarat. સુરતમાં આજે શિક્ષણ સમિતિના સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં હોબાળો મચી જવા પામ્યો હતો. બીજી તરફ હોબાળો મચી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. તો વિપક્ષ દ્વારા બેલેટ પેપર શાસકો લઈને ભાગી ગયા હોવાનો આરોપ લગાવ્યો છે. તો ભાજપે આ તમામ આરોપોનું ખડન કર્યું છે.
સુરત મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી આજે યોજાઈ હતી. અપેક્ષાત મુજબ ચૂટણીમાં હોબાળો મચ્યો હતો. ભાજપના 8 ઉમેદવારોની જીત થઈ છે. આ હોબાળો મચી જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આપના કોર્પોરેટરએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા.
[caption id="attachment_1225606" align="aligncenter" width="1280"] Gujarat, Surat Shikshan Samiti Election[/caption]
આ ચૂંટણીના પરિણામમાં આરોપ પ્રતિઆરોપ પણ લગાવવામાં આવ્યો છે. વિપક્ષ દ્વારા શાસકો બેલેટ પેપર લઈને ભાગી ગયા હોવાનો આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ શાસક પક્ષ દ્વારા આ તમામ આરોપોનું ખંડન પણ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે કહ્યું હતું કે હારી જતા વિપક્ષ ગુંડાગીરી પર ઉતર્યું છે.
એક બેલેટ પેપર રદ કરાયું
મેયર હેમાલી બોધવાળાએ જણાવ્યું હતું કે 9 પૈકી એક ઉમેદવારનું બેલેટ પેપર રદ કર્યું છે. ઓછામાં ઓછા 8 મત આપી શકાય છે પરંતુ તેમાં 16 મત હતા જેથી બેલેટ પેપર રદ કરવામાં આવ્યું છે.
બીજી તરફ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું, કે અમે બેલેટ પેપર અને મંતગણતરી જોવા માંગી હતી. પરંતુ મેયરે અમને ચોખી ના કહી દીધી હતી. અને એમનો એક માણસ બેલેટ પેપર લઈને ભાગી ગયો હતો. અમે રજુઆત કરી તો તેઓએ પોલીસ બોલાવી લીધી હતી. અમે કોઈ ગુંડા કે આતંકવાદી થોડા છીએ કે, આવો વ્યવહાર કરવામાં આવે છે. ક્યાંય ને ક્યાંય ભાજપના ઉમેદવારની હાર થાય છે જેથી આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.
દારૂ પાર્ટીમાં બેઠેલા રાકેશ ભીખડીયાની જીત
થોડા દિવસો પહેલા દારૂ પાર્ટીમાં બેઠેલા અને અપક્ષ તરીકે ઉભા રહેલા રાકેશ ભીખડીયાની જીત થઈ છે. તેઓને 98 મત મળ્યા હતા, જેથી તેઓ વિજય થયા હતા. આમ કુલ 9 ઉમેદવારોની ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં 7 બીજેપીના ઉમેદવારની જીત થઈ છે. એક અપક્ષના ઉમેદવારની જીત થઈ છે, જ્યારે આપ પાર્ટીમાં ક્રોસ વોટિંગ થતા એક ઉમેદવારની હાર થઈ છે.
કોને કેટલા મત મળ્યા
સંજય પાટીલ : 122 મત
યશોધર ઠાકોરભાઈ દેસાઈ : 107 મત
રાજેન્દ્ર ઇશ્વરલાલ પટેલ : 107 મત
નિરંજના જાની : 106 મત
શુભમ ઉપાધ્યાય : 106 મત
રાકેશ હિરપરા : 110 મત
અરવિંદ કકડીયા : 100 મત
રાકેશ ભીખડીયા : 98 મત
રમેશ પ્રભુભાઈ પરમાર : 95 મત (હાર)
કુલ 12 બેઠક હતી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કુલ 12 બેઠક હતી. જેમાં અગાઉ 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે 8 ઉપર આજે મતદાન થયું હતું. જેમાં 6 ભાજપના ઉમેદવાર એક અપક્ષ કે જે ભાજપ સમર્થક ઉમેદવાર છે. તેનો વિજય અને એક આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. જ્યારે એક આપ પાર્ટીના ઉમેદવારની હાર થઈ છે.