સુરતમાં કળિયુગી સંતાનો માટે માતા બોજરૂપ બનતા દુર્વ્યવહાર શરૂ કર્યો
સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે પોલીસ એક્શનમાં આવી
પોલીસે વૃદ્ધાને સ્થિતીમાંથી બહાર કાઢી અન્ય ઠેકાણે વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા
WatchGujarat. જે હાથેથી સંતાનોને મોટા કર્યા હોય જેમનો ઉછેર કર્યો હોય એ સંતાનો વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બનશે એવી અપેક્ષા દરેક માતાપિતા રાખતા હોય છે. પણ કમનસીબે આ દરેક મા બાપ માટે શક્ય નથી હોતું. કેટલાક વૃદ્ધ મા બાપ માટે આ એક સપનું જ બનીને રહી જતું હોય છે.
https://youtu.be/yN-URTeAGgg
સુરતના વરાછા વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વરાછાના કમલપાર્ક વિસ્તારમાં 85 વર્ષના વયોવૃદ્ધ સાસુને તેમની જ પુત્રવધુ તેમના દીકરાની હાજરીમાં ઢોર માર મારતી હોવાનો વિડીયો તેમના જ પડોશીએ ઉતારી લીધો હતો. અને આ વિડીયો સીધો પોલીસને પણ મોકલી આપ્યો હતો. કારણ કે આ કહાની રોજની થઈ ગઈ હતી.
ત્યારે વરાછા પોલીસ આ વિડીયો જોયા બાદ વૃદ્ધાને ઉગારવા પહોંચી હતી. વૃદ્ધ મહિલાને પોતાની માતાની જેમ કાળજી લઈને તેઓ પોલિસ મથક લઈ ગયા હતા. અને પુત્ર પુત્રવધુને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જોકે વૃદ્ધ માતા કાંતાબેન સોલંકીની આજીજી હતી કે પોલીસ તેમની વિરુદ્ધ કોઈ પગલાં ન ભરે. અને પોતાને વૃદ્ધાશ્રમ મોકલી આપે. તેમની વિનંતી સ્વીકારીને પોલીસે કાંતાબાને માર મારનાર પુત્ર પુત્રવધૂને ઠપકો આપી રવાના કરી દીધા હતા. જ્યારે તેમને કોર્પોરેટર મધુબેન ખેનીના વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે 85 વર્ષના કાંતાબાના ત્રણ સંતાનો હતા. પતિના અવસાન બાદ તેઓ તેમના 3 દીકરા પર નિર્ભર રહેતા હતા. છેલ્લા છ મહીનાથી બે દીકરાઓએ તેમને રાખવાનો ઇનકાર કરી દીધો હતો. જ્યારે ત્રીજા નંબરના દીકરા સાથે તેઓ રહેતા હતા. પણ શારીરિક અને માનસિક રીતે નબળા આ વૃદ્ધા પુત્ર અને પુત્રવધુ માટે બોજ સમાન બની ગયા હતા.
જોકે હવે કાંતાબા વૃદ્ધાશ્રમમાં આશરો લઈ રહ્યા છે. જ્યાં તેમને વધારે દુઃખ નથી કારણ કે તેમના જેવી જ કહાની લઈને અન્ય મા બાપ પણ અહીં આશરો લઈ રહ્યા છે. જ્યાં હવે તેઓ એકબીજાના સુખ દુઃખના સાથી બનીને રહેશે.