સુરતમાં રહેતા અપેક્ષા કોટવાલ હાલમાં સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે
મહિલા કોન્સ્ટેબલને પોલીસ અધિકારી બનવાની ઈચ્છા હતી જેથી તેઓએ પી.એસ.આઈ. માટે પરીક્ષા પણ આપી
અપેક્ષાબેનના પતિ સુરતના સિટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે
મોટો દીકરો 13 વર્ષનો, બીજો 8 વર્ષનો અને સૌથી નાનો સાડા ચાર મહિનાનો જેના જન્મના 28 દિવસમાં જ નોકરી પર ફરી જોડાઇ ગયા
Watchgujarat. કહેવાય છે ને કે માં તે માં બીજા બધા વગડાના વા... એક માં એટલે એક સ્ત્રી અને એક સ્ત્રી ધારે તે કરી શકે.. એક સ્ત્રી ઘર પણ ચલાવી શકે, પરિવારને પણ સાચવી શકે અને પોતાની ફરજ નિષ્ઠાને પણ સાચવી શકે. આવું જ એક ઉત્તમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. સુરતમાં ત્રણ બાળકોની માતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ કે જે પોતાના બાળકોને લઈને પોલીસ મથકમાં આવે છે. અને પોતાની ફરજ નિષ્ઠા સંપૂર્ણ જવાવદારીઓ સાથે નિભાવે છે. સાથે જ બાળકોનો ઉછેર પણ કરી રહી છે.
https://youtu.be/KKNb4gV2ZMI
એક સ્ત્રી અને તેની મમતા પર તો લખીએ તેટલું ઓછું પડે. દેશ અને દુનિયામાં અનેક સ્ત્રીઓ એવી છે કે, જેઓએ પોતાના નામનો ડંકો વિશ્વમાં વગાડ્યો છે. અને આજે પણ બદલાતા આ આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ પુરુષો સાથે કદમથી કદમ મિલાવીને ચાલી રહી છે. જીવનમાં અનેક પડકારો કેમ ન હોય સ્ત્રીઓ ક્યારેય હાર માનતી નથી. કહેવાય છે કે ને ઇસ દુનિયામેં સબસે બડા યોદ્ધા માં હોતી હૈ, આ વાતનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે.
2006 માં લગ્ન કરી 2016 માં કોન્સ્ટેબલ થયા
સુરતમાં રહેતા અપેક્ષા કોટવાલ હાલમાં સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેઓએ એમએ, બીએડનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 2006માં લગ્ન થઈ ગયા હતાં. તેઓને પોલીસ અધિકારી બનવાની ઈચ્છા હતી જેથી તેઓએ પી.એસ.આઈ. માટે પરીક્ષા પણ આપી હતી. પરંતુ સહજ માટે રહી ગયા હતા. જેથી તેઓએ ૨૦૧૫માં કોન્સ્ટેબલ ની પરીક્ષા આપી કોન્સ્ટેબલ બન્યા હતા. અને તેઓનું પ્રથમ જોઈનિગ પુણા પોલીસ મથકમાં થયું હતું.
પુત્રો સાથે પોલીસ મથકમાં ફરજ બજાવે છે
અપેક્ષાબેનના પતિ સુરતના સિટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓના લગ્ન ગાળા દરમ્યાન પહેલા પુત્રની પ્રાપ્તિ થઇ હતી. પરંતુ ઘરે કોઈ સાર સંભાળ રાખવા વાળું ન હોય તેઓ પુત્રને લઈને પોલીસ મથકે આવતા હતા. અને એક તરફ પુત્રની સાર સંભાળ રાખે છે. અને બીજી તરફ ખાખી પ્રત્યે પોતાની ફરજ પણ નિભાવે છે. એટલું જ નહી તેઓના બે પુત્ર બાદ ત્રીજી પુત્રીની ઈચ્છા હતી પરંતુ ત્રીજા પુત્રએ પણ જન્મ લેતા તેઓ હાલ ત્રણેય બાળકો સાથે પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને બાળકોની સાર સંભાળ પણ રાખે છે.
એટલું જ નહી મોટો દીકરો 13 વર્ષનો, બીજો 8 વર્ષનો અને સૌથી નાનો સાડા ચાર મહિનાનો જેના જન્મના 28 દિવસમાં જ નોકરી પર ફરી જોડાઇ ગયા હતા. ઘરમાં ત્રણેય બાળકોની કોઈ સાર-સંભાળ કરવાવાળું ન હોવાથી પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવવા પડે છે. એક બાજુ બાળકોની કાળજી લેવાય છે તો બીજી બાજુ પોલીસ મથકમાં આવનાર તમામ કામોને પણ પૂર્ણ કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી અને તે વખતે પણ ત્રણે બાળકોને પોલીસ સ્ટેશન લઇ આવી તે ફરજ નિભાવી હતી. એટલું જ નહીં તે આ દરમિયાન કોરોના પોઝિટીવ થઇ હતી પરંતુ સ્વસ્થ થયા બાદ ફરીથી ફરજ પર હાજર થઈ કામ શરૂ કરી દીધું છે.